Charotar Sandesh
ગુજરાત

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં ભયાનક લૂ લાગવાની આશંકા, જૂનમાં વરસાદની શક્યતા…

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને લઇને રાજ્યમાં જાહેર કરાયેલા લોકડાઉનના પગલે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે આગામી સમયમાં રાજ્યભરમાં ભયાનક લૂ લાગવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે…

રાજ્યમાં આગામી સમયમાં તાપમાનનો પારો હજી પણ ઉપર જોવા મળે તેવી સંભાવના છે…

આજથી ગુજરાતમાં ભયાનક લૂ લાગવાની આશંકા સેવાઇ રહી છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં લૂના કારણે આવનારા 4-5 દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધારે નોધાયું છે.

જેમાં રાજ્યના સુરેન્દ્રનગરમાં સૌથી વધારે 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આકરા તાપ અને ગરમ પવનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી વધી છે.

Related posts

વેટરનરી ડોક્ટર્સે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો, માંગણી નહીં સ્વીકારાય તો આજથી ભૂખ હડતાલ

Charotar Sandesh

૧૬થી ૨૦ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા, અનેક વિસ્તારમાં પડશે વરસાદ…

Charotar Sandesh

બેંક હડતાલનો બીજો દિવસ : ATM ખાલી થવા લાગ્‍યા..

Charotar Sandesh