Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાના કેસો વધતાં વિશ્વના અનેક દેશોએ નવેસરથી લગાવ્યા પ્રતિબંધો, નાઇટ કલ્બ-જીમ બંધ

ઘરેલુ પર્યટનને વેગ આપવા આવેલી છૂટને ટોકિયોએ પરત લઈ લીધી, ઇઝરાયલમાં બે દિવસ સ્ટોર, મોલ, સલૂન, પર્યટન સ્થળ બંધ
સ્પેનમાં નાઇટ ક્લબ, જિમ બંધ કરી દેવામાં આવ્યા, સાઉથ આફ્રિકાની સરકારે કેટલાક પ્રતિબંધો

લંડન : દુનિયામાં અત્યાર સુધીમાં ૨૧૩ દેશો કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨.૩૬ લાખ નવા કેસ સામે આવ્યા છે., જ્યારે ૫૪૬૮ લોકોના મોત થયા છે. જેને લઈ અનેક દેશોએ નવા પ્રતિબંધો મુક્યા છે.
ઈઝરાયલમાં એક જ દિવસમાં ૧૯૦૦ નવા મામલા સામે આવ્યા બાદ ફરીથી પ્રતિબંધો મુકી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહએ લોકડાઉનને લઈ વચગાળાના પગલાની જાહેરાત કરી છે. જે મુજબ સપ્તાહના અંતિમ બે દિવસ સ્ટોર, મોલ, સલૂન, પર્યટન સ્થળ બંધ રહેશે.
જાપાનની રાજધાનીમાં શુક્રવારે એક જ દિવસમાં ૨૯૩ મામલા આવ્યા હતા. જે બાદ ઘરેલુ પર્યટનને વેગ આપવા આવેલી છૂટને ટોકિયોએ પરત લઈ લીધી છે.
સ્પેનના ઉત્તર અરેગન અને કાતાલૂનિયામાં નવા મામલા સામે આવ્યા છે. બાર્સિલોનામાં લોકોને ઘરમાં જ રહેવાનું કહેવાયું છે. આ ઉપરાંત નાઇટ ક્લબ, જિમ બંધ કરી દેવામાં આવ્યા છે.ઓસ્ટ્રેલિયાએ પણ સૌથી ગીચ વસ્તી ધરાવતા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સે પ્રતિબંધ વધારવાની જાહેરાત કરી હતી. વિશ્વમાં સૌથી વધારે સંક્રમણ ધરાવતા દેશોમાં છઠ્ઠા ક્રમે રહેલા સાઉથ આફ્રિકાની સરકારે કેટલાક પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે.
કોરોના સંક્રમણના આંકડા પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ, દુનિયામાં એક કરોડ ૪૧ લાખથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે મૃતકોની સંખ્યા પાંચ લાખ ૯૯ હજારને પાર પહોંચી છે. સ્વસ્થ થયા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે અને અત્યાર સુધીમાં ૮૪ લાખથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દુનિયાભરમાં હાલ પણ ૫૧ લાખ એક્ટિવ કેસ છે અને તેની સારવાર ચાલી રહી છે.

Related posts

સરકાર પેકેજ નહી મજૂરોના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે : રાહુલ ગાંધી

Charotar Sandesh

વડાપ્રધાન મોદી પરની બાયોપિક’ PM નરેન્દ્ર મોદી’ હવે આ તારીખે થશે રીલિઝ

Charotar Sandesh

બોલિવુડમાં વીકેન્ડ શરૂ થતા સાથે જ પાર્ટીઓ પણ શરૂ થઈ જાય છે.

Charotar Sandesh