Charotar Sandesh
બોલિવૂડ

કોરોનાના સંકટ વચ્ચે સારા અલી ખાને ફિટનેસ મંત્ર આપ્યો…

મુંબઇ : કોરોના વાયરસના કારણે લોકો ઘરમાં કેદ છે. કોરોના વાયરસના કહેર સામે લડવા માટે તેનું સમર્થન પણ કરવામાં આવી રહ્યું છે. બોલીવુડ સ્ટાર્સ પણ આજકાલ કોરોના વાયરસના કારણેઆઇસોલેશનમાં છે. જિમ, મૉલ. મલ્ટીપ્લેક્સ વગેરે બધુ જ બંધ છે. જેના કારણે લોકોએ ઘરમાં રહી જ પોતાનો દિવસ પસાર કરવો પડી રહ્યો છે. જિમ ભલે બંધ છે પરંતુ બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાને તેને વિકલ્પ શોધી કાઢ્યો છે.

બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. આજકાલ કોરોના વાયરસના કારણે તે પણ આઇસોલેશનમાં છે. સારાએ તાજેતરમાં જ એક વિડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે ઘરમાં જ આઇસોલેશનમાં છે અને ઘરે જ એક્સરસાઇઝ કરીરહી છે. આ વિડિયોને પોસ્ટ કરતાં તેણે જણાવ્યું કે તે જનતા કર્ફ્યૂનું સમર્થન કરી રહી છે. આ કોરોના પર ફેન્સ ઢગલાબંધ કમેન્ટ્‌સ કરી રહ્યાં છે.

સારાએ આ કોરોના શેર કરતાં લખ્યું કે, હું જનતા કર્ફ્યૂનું સમર્થન કરુ છું. આ વચ્ચે ફિટનેસ અને મોટિવેશનને પણ જરૂર ફૉલો કરો. હું પ્રામાણિકતાથી તેને વિશ્વસ્તર પર જાળવાનો આગ્રહ કરુ છું. ઘરે જ રહો અને સુરક્ષિત રહોય આ સાથે જ તેણે ૮ એક્સરસાઇઝ પણ જણાવી છે, જેને ઘરે કરીને ફિટ રહી શકાય છે.

Related posts

ફોર્ચ્યૂન ઇન્ડિયાની ટૉપ-૫૦ સૌથી શક્તિશાળી મહિલાઓમાં અનુષ્કા શર્માને સ્થાન…

Charotar Sandesh

સોનાક્ષી સિન્હા અને કિંગ ખાને કોરોના સંકટમાં મદદ સાથે કરી અન્યોને મદદ કરવાની અપીલ…

Charotar Sandesh

સલમાનની સલાહથી કાશ્મીરા અને કૃષ્ણાના જીવનમાં ખુશી છવાઇ…

Charotar Sandesh