Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોનાને કારણે ઈદે મિલાદ પર્વ પર આણંદ જિલ્લામાં કોઈ કાર્યક્રમ નહીં ઉજવાય…

પોલીસે મુસ્લીમ બિરાદરો સાથે બેઠક કરીને ઈદનું પર્વ શાંતિપુર્વક રીતે ઉજવવા અપીલ કરી…

આણંદ : પવિત્ર રમજાન નિમીત્તે આણંદ શહેર પોલીસે મુસ્લીમ બિરાદરો સાથે બેઠક કરીને ઈદનું પર્વ શાંતિપુર્વક રીતે ઉજવવા અપીલ કરી હતી.

આ બેઠકમાં મુસ્લીમ સમાજના આગેવાનોને મૌલવી ઉપસ્થિત રહ્યા હતા. પી. આઈ. ચૌહાણે પણ મુસ્લીમ વિસ્તારોમાં મુલાકાત લઈ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી ઈદનું પર્વ શાંતિપુર્ણ રીતે ઉજવવા માટે અપીલ કરી હતી. જેના પગલે આણંદ શહેરમાં ઉમરીનગર વિસ્તારમાં આવેલ મસ્જીદે મદની, ગૌષિયા મસ્જીદ ટ્રસ્ટ, નુરાની મસ્જીદ સહિતની મસ્જીદોમાં ઈદ પર્વ ઉપર કોઈપણ પ્રકારની નમાજ અદા કરવામાં આવશે નહી. મુસ્લીમ બિરાદરો દ્વારા પોતાના ઘરે નમાજ અદા કરી અલ્લાને બદંગી કરવા આગેવાનોએ જણાવ્યું છે.

Related posts

ગુજરાત એમ્‍પલોયમેન્‍ટ સર્વિસના નામે પ્રસિધ્‍ધ થયેલી ભરતીની જાહેરાત બનાવટી…

Charotar Sandesh

આણંદ : સવારના ૧૦ વાગ્યા સુધી જુઓ કેટલા ટકા થયું મતદાન, બુથ ઉપર મતદાતાઓની લાંબી કતારો

Charotar Sandesh

આંગળી પર મતદાન કરેલ  નિશાન જોઈને દવાના બિલો પર મળશે ૭ ટકા છૂટ : આણંદ કેમિસ્ટ એસોસિએશનની જાહેરાત

Charotar Sandesh