Charotar Sandesh
ગુજરાત

કોરોના કાળ વચ્ચે ૨૧ જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ…

ગાંધીનગર : ૨૧ જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસમાં મહાદેવજીની પૂજા માટે અનેક લોકો પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરે દર્શને જતાં હોય છે. પણ હાલ કોરોનાની મહામારીના સમયમાં શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરની મુલાકાત પહેલાં અહીં લાદવામાં આવેલી પાબંધીઓ વિશે અચૂક જાણી લેજો. કોરોના મહામારીને કારણે સોમનાથ મંદિર દ્વારા સંક્રમણ ન ફેલાઈ તે માટે અનેક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. ૨૧ જુલાઈથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસને લઈ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે કોરોના મહામારીને લઈ અમુક પાબંધીઓ મૂકી દેવામાં આવી છે.

શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવની પરંપરાગત પાલખી યાત્રા મુલ્તવી રહેશે. એટલું જ નહીં, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બંધ રહશે. તેમજ મહાદેવની ધ્વજા પૂજામાં માત્ર પાંચ લોકો જ હાજર રહી શકશે. આ ઉપરાંત ભગવાનની આરતી સમયે દર્શનાર્થીઓ માટે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. બહારગામનાં દર્શનાર્થીઓને ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ દર્શનાર્થે આવવા અપીલ કરવામાં આવી છે. શ્રાવણ માસમાં દર્શનનો સમય પણ મર્યાદિત કરી દેવામાં આવ્યો છે.

સવારે ૬ઃ૩૦થી ૧૧ઃ૩૦ અને ૧૨ઃ૩૦થી ૬ઃ૩૦ વાગ્યા સુધી જ ભગવાનના દ્વાર દર્શન માટે ખુલ્લા રહશે. ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓનો માનવ મહાસાગર છલકાય છે. શ્રાવણ માસમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવતાં હોય છે. ગત વર્ષે શ્રાવણ માસમાં ૨૨ લાખથી વધુ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતા.

Related posts

રાજ્યમાં લોકરક્ષક દળની ભરતીમાં શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરાયું : જાણો વિગતવાર

Charotar Sandesh

બાપુ મારા માટે ભગવાન છે, આ વિવાદમાં ઘી હોમવાનું કામ ન કરો : માયાભાઈ

Charotar Sandesh

બ્રેકિંગ : નવી ગાઈડલાઈન જાહેર : ૧૦ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ : ૧ થી ૯ની શાળાઓ ઓફલાઈન બંધ

Charotar Sandesh