Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોરોના વાયરસનો આતંક : ચીનમાં ૭૧૭ના મોત…

ચીનમાં એક શખ્સને માત્ર ૧૫ સેકન્ડમાં કોરોના વાયરસે સંક્રમિત કરી દીધો…

બીજિંગ : કોરોના વાયરસ ચીનને તબાહ કરવા માટે હઠ કરીને બેઠું હોય તેવી ભયજનક સ્થિતિ ઉભી થઇ છે. દક્ષિણ પૂર્વ ચીનમાં એક શખ્સને માત્ર ૧૫ સેકન્ડમાં કોરોના વાયરસે સંક્રમિત કરી દીધો. આ શખ્સ એક બજારમાં સંક્રમિત મહિલાની પાસે માત્ર ૧૫ સેકન્ડ ઉભો હતો બસ આટલી જ વારમાં તેને જીવલેણ બીમારી લાગી ગઇ.
કોરોના વાયપરસથી પ્રભાવિત શખ્સની ઓળખ દર્દી નંબર ૫ બતાવી છે. આ દર્દી શુઆંગડોંગફેંગ બજારમાં દર્દી નંબર ૨ની પાસે ઉભો હતો. જિઆંગબેઇના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે દર્દી નંબર ૫એ પોતાને બચાવા માટે માસ્ક લગાવ્યું નહોતું. અધિકારી હવે એ ભાળ મેળવી રહ્યા છે કે પીડિત દર્દી નંબર ૫ કયાંનો રહેવાસી છે અને છેલ્લાં ૨ સપ્તાહમાં તે કેટલાં લોકોના સંપર્કમાં આવ્યો છે. એ માહિતી પણ સામે આવી છે કે આ શખ્સ તટીય શહેર નિંગબોનો રહેવાસી છે. દર્દીની અત્યારે સારવાર ચાલી રહી છે.
આપને જણાવી દઇએ કે કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઇ હતી. શનિવાર સવાર સુધીમાં કોરોના વાયરસના કારણે ચીનમાં મૃત્યુઆંક વધીને ૭૨૨ થયો છે. કુલ ૩૪,૫૪૬ લોકોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. બીજી તરફ ભારત સરકારે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પ્રયાસોને વઘુ સઘન બનાવ્યા છે.
બીજી બાજુ, જાપાનના જહાજ પર સવાર લગભગ ૬૪ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ ચુકી છે. જેમાં જાપાનના ૨૮, અમેરિકાના ૧૧ અને કેનેડાના સાત યાત્રિ સામેલ છે. જહેજા પર ૫૬ દેશોના લગભગ ૩૭૦૦ લોકો છે. જેમાં ૨,૭૦૦ યાત્રિ અને ૧૦૦૦ ક્રુ મેમ્બર્સ છે. જાપાન સરકારે બાકીના યાત્રિઓ અને ક્રુ મેમ્બર્સને લગભગ ૧૪ દિવસો સુધી જહાજ પર જ રહેવા માટે કહ્યું છે.

Related posts

પીએમ મોદીની લેહ મુલાકાત જબરદસ્ત નેતૃત્વ ક્ષમતાનું ઉદાહરણઃ ધવન

Charotar Sandesh

ઓલિમ્પિક બાદ ટોક્યોમાં વધ્યા કોરોનાના કેસ, કુલ ૨૮૪૮ સંક્રમિત નોંધાયા

Charotar Sandesh

ધોનીના ગુસ્સાથી ખરાબ રીતે ડરી ગયો હતોઃ કુલદિપ યાદવ

Charotar Sandesh