Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંક્ટ : ૨૪ કલાકમાં નવા ૩૭,૭૨૪ કેસો, ૬૪૮ના મોત… સંખ્યા ૧૨ લાખ નજીક…

બિહાર, સિક્કિમ, નાગાલેન્ડ જેવા રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન અમલમાં…

દેશમાં સંક્રમિતોની સંખ્યા ૧૨ લાખ નજીક, અત્યાર સુધી ૨૮ હજાર ૭૭૦ લોકોના મોત, ૪,૧૧,૧૩૩ એક્ટિવ કેસ જ્યારે ૭,૫૩,૦૫૦ લોકો ડિસ્ચાર્જ

દેશમાં સૌથી વધુ ૮,૩૩૬ દર્દી મહારાષ્ટ્રમાં મળ્યા અને ૨૪૬ લોકોના મોત થયા

ન્યુ દિલ્હી : વિશ્વમાં કોરોના માટેની રસી બનાવવાની હોડ ચાલી રહી છે ત્યારે દેશમાં કોરોનાએ હવે ૩૦ હજાર કરતાં વધુ કેસોના આંકડો જકડી રાખ્યો હોય તેમ અનલોક-૨ના ૨૧મા દિવસે ૩૭,૭૨૪ એટલે કે લગભગ ૩૮ હજાર નવા કેસો ઉમેરાયા હતા. તે સાથે વધુ ૬૪૮ના મોત થયા હતા. આજે બુધવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યાં હતા. ગઇકાલના નવા કેસો સાથે હવે કોરોનાના કેસોની સંખ્યા ૧૨ લાખની નજીક પહોંચવામાં છે. કુલ કેસો ૧૧, ૯૪,૧૦૫ થયા છે. સારવાર હેઠળના કેસોની સંખ્યા વધીને ૪,૧૨,૫૩૭ થઇ છે તો સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૭,૫૨,૩૯૩ થઇ છે. ગઇકાલે વધુ ૨૭,૫૮૯ દર્દીઓ સાજા થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક વધીને ૨૮ હજારની ઉપર એટલે કે ૨૮,૭૭૦ થયો છે.
તો બીજી તરફ બિહારમાં ભાજપના એમએલસી ધારાસભ્ય સુનિલકુમારસિંહનું એઇમ્સ ખાતે કોરોનાથી નિધન થયું હતું. બિહારમાં કોરોનાથી નિધન પામનાર તેઓ પ્રથમ ધારાસભ્ય છે. મંગળવારે દેશમાં સૌથી વધુ ૮,૩૩૬ દર્દી મહારાષ્ટ્રમાં મળ્યા અને રાજ્યમાં ૨૪૬ લોકોના મોત થયા છે. મંગળવારે સતત ચોથા દિવસે ૩૫ હજારથી વધુ કેસ વધ્યા હતા. રિકવરી રેટ વધીને ૬૩.૧૨ ટકાએ પહોંચ્યો છે.
સૂત્રોએ માહિતી આપતાં કહ્યું કે, અનલોક-૨માં દેશમાં કોરોના સંકટમાં અને કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા ટાંકીને કહ્યું કે, પાછલા ૨૪ કલાકમાં ૩૭,૭૨૪ નવા કેસ સામે આવ્યા છે અને ૬૪૮ લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૨ લાખની નજીક પહોંચી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૧૧,૯૨,૯૧૫ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી ૨૮,૭૩૨ લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક ચાઇના બીમારીને ૭,૫૩,૦૪૯ લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા ૪,૧૧,૧૩૩એ પહોંચી છે. રિકવરી રેટ ૬૩.૧૨ ટકાએ પહોંચ્યો છે.
.કોરોનામાં રાહતરૂપ સમાન છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૨૭ હજાર ૫૮૯ લોકો સાજા થયા છે. જે આ એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા ૨૦ જુલાઈએ સૌથી વધુ ૨૪ હજાર ૩૦૩ લોકો સાજા થયા હતા. અત્યાર સુધી ૭ લાખ ૫૨ હજાર ૩૯૩ લોકો સાજા થઈ ચુક્યા છે.
તો આ તરફ આંધ્રપ્રદેશ સરકાર શિક્ષક દિન ૫ સપ્ટેમ્બરે શાળાઓ ખોલવાની યોજના બનાવી રહી છે. સરકારે કહ્યું કે, અંતિમ નિર્ણય ૧લી સપ્ટેમ્બરે કોરોનાની સ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે.
ભારતમાં અનેક રાજ્યોમાં કોરોનાને કારણે લોકડાઉન લાગુ છે. બિહાર, સિક્કિમ, નાગાલેન્ડ જેવા રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન છે. પશ્ચિમ બંગાળમાં અઠવાડિયામાં બે દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં વીકેન્ડમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. દેશમાં ૧ જૂનના રોજ કોરોના વાયરસના લગભગ ૬,૦૪,૯૯૩ કેસ હતા જે ૨૦ જુલાઈ સુધી વધીને ૧૧ લાખે પાર પહોંચી ગયા હતા.
ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં ૩,૨૭,૦૩૧ કેસ નોંધાયા છે. જે પછી તમિલનાડુમાં ૧,૮૦,૬૪૩, દિલ્હીમાં ૧,૨૫,૦૯૬, કર્ણાટકમાં ૭૧,૦૬૯, આંધ્રપ્રદેશમાં ૫૮,૬૬૮, ઉત્તરપ્રદેશમાં ૫૩,૨૮૮, તેલંગાણામાં ૪૭,૭૦૫, પશ્ચિમ બંગાળમાં ૪૭,૦૩૦, રાજસ્થાનમાં ૩૧,૩૭૩ કેસ નોંધાયા છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. જો ૧૦ લાખ વસતી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે.

Related posts

સંસદની અંદર અને બહાર દબાવવામાં આવ્યો ખેડૂતોનો અવાજ : રાહુલ ગાંધી

Charotar Sandesh

વિશ્વમાં ૮૦ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતાં WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી કરી જાહેર

Charotar Sandesh

કોરોના : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીને સફળ મૉડલ ગણાવ્યું…

Charotar Sandesh