Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોના સંક્રમણને લઈને વડતાલ સ્વામિનારાયણ મંદિર ૧૭ જૂનથી નહિ ખૂલે…

વડતાલ : જિલ્લામાં તેમજ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને વડતાલ સંસ્થાન દ્વારા ૧૭ જૂનથી વડતાલ સ્વામિનારાયણ મંદિર તેમજ તાબાના મંદિરો જાહેર દર્શન માટે નહીં ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ વડતાલ મંદિર તા.૧૭ જૂનથી જાહેર દર્શન માટે ખોલવાની સંસ્થા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોરોનાના સંક્રમણને અનુલક્ષીને અગાઉનો આ નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો છે.

પરિસ્થિતિની સમીક્ષા બાદ જ સરકારી સૂચના અને માર્ગદર્શિકા અનુસાર વડતાલ મંદિર દર્શન માટે ખુલ્લુ મૂકાશે. વડતાલ સંસ્થાન દ્વારા મંદિર ખોલવાના નિર્ણય અંગે ૨૫ જૂન સુધી માહિતી આપવામાં આવશે. જેને પગલે ભાવિકોએ દર્શન માટે હજુ એક સપ્તાહ સુધી રાહ જોવી પડશે.

Related posts

આણંદ જીલ્લાના નવ સસ્તા અનાજની દુકાનદારોને પુરવઠા વિભાગે ફટકારી નોટિસ

Charotar Sandesh

અમરનાથ યાત્રા માટે વડોદરાના ૧૦ હજારથી વધુ યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ

Charotar Sandesh

દીવાળી પર મહાલક્ષ્મીની સાથે ગણેશજી અને દેવી સરસ્વતીની પૂજા શા માટે કરવામાં આવે છે..?

Charotar Sandesh