Charotar Sandesh
ગુજરાત

ગરમીના કેર વચ્ચે આગામી ૨૮-૨૯ એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી…

ગાંધીનગર : રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર છે તો બીજી તરફ ગરમીનો કહેર છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી ૨૮ અને ૨૯ એપ્રિલ બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે કહ્યું હતું કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીનો પારો ઊંચો જશે અને અનેક વિસ્તારોમાં આ પારો ૪૫ને પાર થવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, શનિવારે કંડલામાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ, ડીસા, વડોદરામાં ૪૧ ડિગ્રી અને રાજકોટ, સુરેન્દ્રનગરમાં ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એક તરફ લોકો લૉકડાઉનને પગલે ઘરમાં જ રહે છે ત્યારે ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે. હાલ વહેલી સવારે અને મોડી સાંજ બાદ ઠંડા પવનો આવવાને કારણે લોકોને રાહત મળે છે.

આપણે જણાવી દઈએ કે, હવામાન વિભાગની આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં એકસાથે ૨ ડિગ્રી તાપમાન વધી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રનાં કેટલાક શહેરોમાં વધુ ગરમી નોંધાશે. માહિતી પ્રમાણે ગુજરાતના કંડલામાં સૌથી વધુ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું છે. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન દ્વારકા, વેરાવળ અને દીવમાં ૩૨ ડિગ્રી સુધી નોંધાયું છે. રાજ્ય સાથે આખા દેશમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. ભોપાલમાં ૪૦ ડિગ્રી, મુંબઇ, ગોવા, દિલ્હી, જયપુરમાં ૩૫ ડિગ્રીની આસપાસ, કોલકત્તામાં ૩૩ ડિગ્રી તાપમાન જ્યારે નાગપુરમાં ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

Related posts

ગુજરાતના આ એરપોર્ટ નજીક ધુમ્મસના કારણે હવામાં દોઢ કલાક સુધી ફ્લાઈટ ફેરા મારતી રહી, જુઓ વિગત

Charotar Sandesh

અમદાવાદની અંકુર સ્કૂલમાં ભીષણ આગ, ૪ વિદ્યાર્થીઓએ ધાબા પર જઈ જીવ બચાવ્યો…

Charotar Sandesh

ભૂકંપથી ફરી ધણધણ્યું ગુજરાત, વડોદરાથી સુરત સુધી અનુભવાયા 4.3 તિવ્રતાના આંચકા…

Charotar Sandesh