Charotar Sandesh
બોલિવૂડ

ગલી બોય ફેમ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી કોરોના પોઝિટિવ…

મુંબઇ : બોલિવૂ઼માં આ અઠવાડિયામાં અત્યાર સુધી ઘણા સેલિબ્રિટિઝ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હવે તાજેતરમાં ગલી બોય ફેમ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની પુષ્ટિ સિદ્ધાંતે જાતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કરી છે. તેણે પોતાને ઘરે જ ક્વોરન્ટિન કર્યો છે. સિદ્ધાંત અત્યારે ઈશાન ખટ્ટર અને કેટરીના કેફની સાથે અપકમિંગ ફિલ્મ ’ફોન ભૂત’નું શૂટિંગ કરી રહ્યો હતો.
સિદ્ધાંત ચતુર્વેદીએ પોસ્ટ શેર કરીને લખ્યું, ‘તમારી ચિંતાઓ માટે તમારો આભાર. મેં મારો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવ્યો હતો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું અત્યારે સ્વસ્થ મહેસૂસ કરી રહ્યો છું અને ઘરે સેલ્ફ ક્વોરન્ટિન છું. હું તમામ સાવધાનીઓ રાખી રહ્યો છું અને ડૉક્ટર્સ દ્વારા કહેવામાં આવેલા તમામ પ્રોટોકોલનું પાલન પણ કરી રહ્યો છું.’ રિપોટ્‌ર્સના અનુસાર, સિદ્ધાંત સંક્રમિત થવાથી અત્યારે થોડા દિવસો માટે ગુરમીત સિંહના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ’ફોન ભૂત’નું શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે.

Related posts

વાણી કપૂર રોજમદારો માટે વર્ચ્યુઅલ ડેટ પર જશે…

Charotar Sandesh

સાઉથની ફિલ્મ KGF-2એ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી : પહેલા દિવસે રેકોર્ડબ્રેક અધધ કમાણી કરી

Charotar Sandesh

કેજીએફના ડિરેક્ટર પ્રશાંત નીલની ફિલ્મ સલાર માટે સુપરસ્ટાર પ્રભાસનો ફર્સ્ટ લૂકઆઉટ…

Charotar Sandesh