Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ : આજે રેકોર્ડબ્રેક ૩૧૬૦ નવા કેસો : આણંદ જિલ્લામાં વધુ ૨૫ કેસો…

કોરોના સુપરફાસ્ટ ગતિએ : દર મિનિટે સરેરાશ ૩ લોકો થઇ રહ્યાં છે સંક્રમિત, રેકોર્ડ ૩૧૬૦ કેસ…

આણંદ : રાજ્યમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ આજે રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા છે. સંક્રમણ ઓલ ટાઈમ હાઈ રહ્યું છે. એક જ દિવસમાં ૩૧૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ ૧૬૦૦૦ને પાર થયા છે તો કુલ સંક્રમિતોની સંખ્યા ૩.૨૧ લાખે પહોંચી ગઈ છે. રિકવરી રેટ ઘટીને ૯૩.૫૨ ટકા જેટલો થઈ ગયો છે.

રાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં, ત્યારે રાજ્યમાં આજ રોજ વધુ ૩૧૬૦ નવા કોરોનાના કેસો નોંધાયા છે તો બીજી બાજુ ૨૦૨૮ દર્દીઓ સાજા થયા છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ ૩,૦૦,૭૬૫ દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યાં છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો :
છેલ્લા ૨૪ કલાકમાં સુરત ૭૮૮, અમદાવાદ ૭૮૭, વડોદરા ૩૩૦, આણંદ રપ, રાજકોટ ૩૧૧, જામનગર ૧૨૪, મહેસાણા ૮૮, ભાવનગર ૭૯, ગાંધીનગર ૬૬, પાટણ ૬૫, મહિસાગર-પંચમહાલ ૩૯, મોરબી ૩૩, ભરૂચ-ખેડા-જુનાગઢ ૩૨, દાહોદ ૩૧, કચ્છ-નર્મદા ૩૦, દેવભૂમિ દ્વારકા ૨૩, સુરેન્દ્રનગર ૨૨, અમરેલી-બનાસકાંઠા ૨૦, સાબરકાંઠા ૧૯, ડાંગ ૧૮, છોટા ઉદેપુર ૧૭, વલસાડ ૧૫, નવસારી ૧૪, બોટાદ-ગીર સોમનાથ ૧૦, તાપી ૭, અરવલ્લી ૩, પોરબંદર ૧.

Related posts

રાજ્યમાં ચાર વર્ષથી વધુ શાસન કરનારા પાંચમા મુખ્યમંત્રી બનશે વિજય રૂપાણી…

Charotar Sandesh

કમાટીબાગ ઝૂમાં પૂરનું પાણી ઘૂસ્યું, ૧૫૦ પશુ-પક્ષીઓને શિફ્ટ કરવામાં આવ્યાં…

Charotar Sandesh

કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવા નિર્ણય…

Charotar Sandesh