Charotar Sandesh
ગુજરાત

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૩ જૂનની શરૂઆતમાં ભારે વરસાદની સંભાવના…

ગુજરાતના અરબી સમુદ્રમાં એક નવી સાઈક્લોન પેટર્ન બની રહી-હવામાન ખાતું

ગાંધીનગર : દેશમાં કોરોનાની આફત વચ્ચે કુદરતી કહેર પણ ચાલુ જ છે. ગુજરાતમાં ૩ જૂનની આસપાસ જોરદાર વરસાદ પડવાની આગાહી છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને પરિણામે કુદરતી ઉથલપાથલ ચાલુ જ છે. ભારતમાં વાવાઝોડાનું નામ લોકોના મોઢે સુકાયું નથી ત્યાં બીજું નવું વાવાઝોડું તૈયાર થઈ રહ્યું છે. ૧૩ મેના રોજ હવામાન વિભાગે અમ્ફાન વાવાઝોડાની આગાહી આપી હતી. આ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તબાહી બોલાવી દીધી છે. તે વચ્ચે હવે ગુજરાત માટે માઠા સમાચાર લઈને આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના અરબી સમુદ્રમાં એક નવી સાઈક્લોન પેટર્ન બની રહી છે.

જે તૈયાર થતાં ગુજરાત સહિતના વિસ્તારમાં મુશ્કેલી પેદા કરી શકે છે. આ સિસ્ટમ હજુ તૈયાર થઈ રહી છે. પરંતુ જો અને તો વચ્ચે અટકેલી છે. જો આ સિસ્ટમ ભારતીય દરિયા કિનારાની વધુ નજીકથી પસાર થશે તો ચોમાસુ ડિસ્ટર્બ કરી શકે છે. આ સાઈક્લોન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ૩ જૂન આસપાસ અસર કરશે. ચક્રવાત જૂનના પ્રથમ અઠવાડિયા દરમિયાન કોઈ પણ સમયે પશ્ચિમ ભારતના ભાગોને ધમરોળી શકે છે. આવનારા સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વીય સાઈક્લોનિક પેટર્ન મુજબ લો પ્રેશર સર્જાતા ડિપ્રેશનમાં ફેરવાઈને ૩ જૂન આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તાર વચ્ચે અથડાતા જૂનની શરૂઆતમાં ભારે વરસાદ પડી શકે છે. અને ચોમાસુ ભેજને ખેંચી જતાં ચોમાસું મોડું બેસવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. ગયા વર્ષે વાયુ વાવાઝાડોએ ગુજરાતમાં ચોમાસું મોડું બેઠું હતું.

મેના અંતિમ સપ્તાહમાં ઉનાળો રહેશે વધુ આકરો હાલમાં મે માસના અંતિમ સપ્તાહમાં ગરમીનો પારો ઊંચો જતા ઉનાળો વધુ આકરો બને તેવી હવામાન વિભાગની આાગાહી વચ્ચે અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા ઊભી થઈ છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, દિલ્લી, હરિયાણા સહિતના રાજ્યોમાં હિટવેટની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રની સિસ્ટમના કારણે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સિસ્ટમના કારણે મહારાષ્ટ્રમાં ૩૦-૩ ૧મે આસપાસ અને ગુજરાતમાં ૩ જૂન આસપાસ પ્રિમોન્સૂન વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે.

અરબી સમુદ્રમાં હાલમાં સિસ્ટમ તૈયાર થઈ ગઈ નથી. પરંતુ સિસ્ટમ તૈયાર થયા પછી પણ ગુજરાતના દરિયાકાંઠા પછી ઓમાન તરફ ફંટાવાના ચાન્સ વધારે છે. જો આ સિસ્ટમ ભારતીય દરિયા કિનારાની વધુ નજીકથી પસાર થશે તો ચોમાસુ ડિસ્ટર્બ કરી શકે છે. ગયા વર્ષે વાયુ વાવાઝોડાને લઈને ચોમાસુ ડિસ્ટર્બ થયું હતું. અને મોડું રહ્યું હતું. તે જ પ્રમાણે આ સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત તરફ આવતા ભેજવાળા પવનો અને વાદળો ખેંચી જશે તો ચોમાસુ વધુ ૨૦ દિવસ મોડું જશે. હાલની સ્થિતિએ ગુજરાતમાં ચોમાસુ ૨૫ જૂન આસપાસ વરસાદની શક્યતાઓ છે. જો સિસ્ટમ સક્રિય થઈ તો ચોમાસુ મોડું જશે.

Related posts

ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર મહેરબાન, ૩૧ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

Charotar Sandesh

જાહેર મેળાવડા નહીં યોજવાના રૂપાણીના આદેશ છતા પાટિલે લોકો ભેગા કરી ફોટોસેશન કરાવ્યો…

Charotar Sandesh

ભાજપે નવી સરકાર રચવાની તૈયારી શરૂ કરી : ગુજરાતમાં સંભવિત મંત્રી મંડળ, જુઓ

Charotar Sandesh