Charotar Sandesh
ગુજરાત ચરોતર

ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિમણૂક : આણંદમાં મહેન્દ્રસિંહ પરમાર

અમદાવાદ : લોકસભા ચૂંટણી – ૨૦૧૯ પહેલા કોંગ્રેસમાં આવેલા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.  કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તત્કાલ પ્રભાવથી હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમિત ચાવડા પ્રમુખ પદે યથાવત રહેશે…

ગુજરાતમાં કોંગ્રેસ પોતાની પકડ મજબૂત કરવા માટે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પાટીદાર અનામત આંદોલનનો ચહેરો એવા હાર્દિક પટેલ કોંગ્રેસમાં આવ્યા પછી ખૂબ જ સક્રિય જોવા માટે મળી રહ્યો છે.  હાર્દિક પટેલ ઘણા મુદ્દાઓ પર સરકાર સામે સવાલ કરતા પણ જોવા માટે મળ્યો છે.

હાર્દિક પટેલ સિવાય આણંદના મહેન્દ્રસિંહ પરમાર, દેવભૂમિ દ્વારકાના યાસીન ગજ્જર અને સુરતથી આનંદ ચૌધરીની પણ જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નામ…

  • આણંદ – મહેન્દ્રસિંહ એચ. પરમાર
  • સુરત – આનંદ ચૌધરી
  • દેવભૂમિ દ્વારકા – યાસીન ગજ્જન

અમિત ચાવડાએ હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનવા માટે ટ્વીટ કરીને શુભેચ્છાઓ આપી છે.

Related posts

ધારાસભ્ય ગોવિંદ પરમારે મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી, નારાજગી થઈ દૂર…

Charotar Sandesh

આણંદમાં અવકૂડાની મંજૂરી વગર થયેલા બાંધકામોમાં આકરણી વસૂલવા થયેલો ઠરાવ નગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો

Charotar Sandesh

અમિત ચાવડાએ લખ્યો અંબાણીને પત્ર : મહારાષ્ટ્રની જેમ ગુજરાતને પણ ફ્રીમાં ઓક્સિજન આપો…

Charotar Sandesh