Charotar Sandesh
ગુજરાત

ગુજરાત પહેલુ રાજ્ય હશે અમદાવાદ- ગાંધીનગર પર ટોલ નહી લેવાય : પટેલ

ત્રણ ચાર વર્ષમા ફાટક મુક્ત રાજ્યમા ગુજરાત પહેલુ રાજ્ય બનશે…

અમદાવાદ : ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. ૭૧ કરોડના બે ફ્લાય ઓવરનું અમિત શાહે ઇ-લોકાર્પણ કર્યું છે. સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ અને સાણંદ જંકશન ફ્લાય ઓવર બ્રિજનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ , ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ, સાસંદ સભ્યો, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અમિતભાઇ વ્યસ્ત હોવા છતાં વિનંતીને માન રાખી આશિર્વાદ લોકાર્પણ કરવા એકજ મિનિટમાં સમય આપ્યો છે તેથી આભારી છીએ. તેમણે જણાવ્યું કે, ભારત સરકારના નિયમ મુજબ નેશનલ હાઈવે પર ટોલ લેવાનો હોય છે. અમે કેન્દ્ર સરકારને રજુઆત કરી અમદાવાદ ગાંધીનગર એક એ શહેર છે માત્ર નામ અલગ છે. સતત લોકોની અવરજવર હોવાથી ટોલ લેવુ યોગ્ય નથી અને કેન્દ્ર સરકારે કોઈપણ ટોલ ન લેવાની મંજુરી આપી. ગુજરાત પહેલુ રાજ્ય હશે જેમાં ટોલ નહી લેવાય. કોરોનામા અનેક અઘરુ હતુ છતા પ્રોજેક્ટ આગળ ચાલ્યો. ૧૫ હજાર કરોડ રૂપિયાના માર્ગ મકાન દ્વારા પ્રોજેક્ટ સાથે તમામ લોકોને રોજગારી મળે તેનો પ્રયાસ ગુજરાતમાં ભારત સરકારના સહયોગથી ચાલે છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ૯૬૫ કરોડનો ઓખાથી બેટ દ્વારકા પુલ બનાવવાનું કામ ટૂંક સમયમાં પતી જશે. તેમણે વધુમાં જણાવ્યું કે, રેલવે મંત્રીને વાત કરીને રાજ્યના અને કેન્દ્ર સરકાર ગુજરાતને ફાટક મુક્ત બનાવશે. ૭૪૦૦ કરોડના ખર્ચે ગુજરાત ફાટક મુક્ત બનશે. નગરપાલિકા અને કોર્પોરેશનની ગ્રાન્ટ આપીને શહેરમાંથી જે રેલવે લાઈન પસાર થાય છે તેને ઓવરબ્રિજ કરવામાં આવશે. આગામી સમયમાં ગુજરાતમાં ૬૮ જેટલા ઓવરબ્રિજ બનશે.

Related posts

૫૨ ગજની ધજા લઇ અંબાજી જવા પગપાળા સંઘનો પ્રારંભ…

Charotar Sandesh

રાજ્યમાં આગામી દિવસોમાં પવન ફુંકાવાને કારણે ઠંડીનો ચમકારો વધશે : હવામાન વિભાગ

Charotar Sandesh

કોરોના કહેર : ગુજરાતમાં બાળકોનું કોરોનાગ્રસ્ત થવું ચિંતાજનક..?

Charotar Sandesh