Charotar Sandesh
ગુજરાત

ગુજરાત લોકડાઉન : ગુનો દાખલ થશે તો કારકિર્દી મુશ્કેલ બનશે અને પાસપોર્ટ બનાવવામાં તકલીફ થશે…

સોસાયટીઓમાં પોલીસ ઘૂસી ચેકીંગ કરશે, પકડાયા તો ડાયરેક્ટ ફરિયાદ…

અવારનવાર અપીલ કરતા હોવા છતાં લોકો કામ વગર બહાર નીકળતા પોલીસનું કડક વલણ…

જીવનજરૂરિયાત વસ્તુઓ પણ તંત્ર દ્વારા હોમ ડિલિવરી કરવામાં આવે છે…

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા DGP શિવાનંદ ઝાએ ગઇકાલે જણાવ્યું કે સમગ્ર દેશમાં જ્યારે લોક ડાઉન લાગ્યું છે ત્યારે રાજ્યમાં કોઈ પણ કારણ વગર પણ ઘણા લોકો ઘર બહાર લટાર મારવા નીકળે છે જે ખોટું છે. હાલ કોરોના વાયરસનાં ચેપને ફેલાવતા અટકાવવા સોશ્યલ ડિસ્ટન્સ ખૂબ જ જરૂરી છે. પરંતુ શ્રી ઝા એ કહ્યું કે હવે ઘર ની બહાર નીકળશો તો ગુનો દાખલ થશે, જેનાથી કારકિર્દી બનાવી મુશ્કેલ થશે અને પાસપોર્ટ બનાવવામાં તકલીફ પડશે.

કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે “ઘરે રહો, સુરક્ષિત રહો”ના મંત્રને અનુસરવા જણાવ્યું છે. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન રાજ્યના યુવાનો ખોટા બહાના બનાવીને ઘરની બહાર લટાર મારવા ન નીકળે, લોકડાઉનનો ભંગ કરનાર આવા યુવાનો સામે ગુનો નોંધી પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે તો જીવન જરૂરિયાત વસ્તુઓ જેમ કે દૂધ, શાકભાજી, દવાઓ વગેરે પણ તંત્ર દ્વારા ઘરે હોમ ડિલિવરી મારફત આપાઈ છે.

અને જે યુવાનોની સામે ગુનો નોંધાશે તો તેમના ઉચ્ચ અભ્યાસ, વિદેશ પ્રવાસ અને ઉજ્જવળ કારકિર્દી જોખમાશે. યુવાનો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું ગણીને તેમનો પાસપોર્ટ પણ કેન્સલ થઈ શકે તેમ છે.

Related posts

પહેલા નોરતે જ રાજ્યભરમાં છુટાછવાયો વરસાદ : ખૈલેયાઓ અને આયોજકો ચિંતામાં, આ તારિખ સુધી આગાહી

Charotar Sandesh

ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું હાર્ટ એટેકના હુમલાથી નિધન…

Charotar Sandesh

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મામલતદાર કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતાં ૬૨૮ કેસો શંકાસ્પદ જણાયા, કડક સુચના અપાઈ

Charotar Sandesh