Charotar Sandesh
ઈન્ડિયા

ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિમાં ઘટાડો : કુલ ૨૩ કરોડની સંપતિં…

ન્યુ દિલ્હી : ગૃહ મંત્રી અમિત શાહને શેર બજારમાં ઉતાર-ચઢાવથી નુકશાન થયાની વિગતો બહાર આવી છે. જૂન ૨૦૨૦ સુધી અમિત શાહની જાહેર કરાયેલ સંપતિ ૨૩.૬૩ કરોડ રૂપિયાની છે. ગત વર્ષે બીજેપી અધ્યક્ષ તરીકે તેમણે પોતાની સંપતિ ૩૨.૩ કરોડ રૂપિયા હોવાની જાણ કરી હતી.
અમિત શાહ પાસે ૧૦ અચલ સંપતિઓ છે. આમાંથી કોઈ ગુજરાતની બહાર નથી. તેમને પોતાની માતા તરફથી વારસામાં ૧૩.૫૬ કરોડ રૂપિયાની સંપતિ મળી છે. તેઓ ભારતના સૌથી ધનવાન પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે. પરંતુ તેમની પાસે રોકડ માત્ર ૧૫,૮૧૪ રૂપિયા જ છે. તેમના બેન્ક ખાતામાં ૧.૦૪ કરોડ રૂપિયા, વીમો અને પેન્શન પોલીસીમાં ૧૩.૪૭ લાખ રૂપિયા, એફડીમાં ૨.૭૯ લાખ રૂપિયા છે. તેમની પાસે લગભગ ૪૪.૪૭ લાખ રૂપિયાના દાગીના છે.
ગત વર્ષની તુલનામાં શાહની સંપતિમાં આવેલી કમી મુખ્યતઃ તેમની પાસે રહેલા શેરોના ભાવ ગબડવાને કારણે આવી છે. તેમની પાસે વારસામાં ૧૨.૧૦ કરોડ રૂપિયાના શેર અને તેમણે પોતે ૧.૪ કરોડ રૂપિયાના શેરમાં રોકાણ કર્યું છે. આ રીતે આ વર્ષે ૩૧ માર્ચ સુધી તેમની પાસે કુલ ૧૩.૫ કરોડ રૂપિયાની શેરમૂડી હતી, જ્યારે ગત વર્ષે તેની કિંમત ૧૭.૯ કરોડ રૂપિયાની હતી. શાહ પર ૧૫.૭૭ લાખ રૂપિયાનું દેવું પણ છે.
શાહની પત્ની સોનલ અમિત શાહની નેટવર્થ પણ ગત વર્ષના ૯ કરોડ રૂપિયાની તુલનામાં ઘટીને આ વર્ષે માત્ર ૮.૫૩ કરોડ રૂપિયા રહી છે. તેમની પાસે શેરની બજાર કિંમત ૪.૪ કરોડ રૂપિયાથી ઘટીને ૨.૨૫ કરોડ રહ્યા છે.

Related posts

JKમાં નવા-જૂનીના એંધાણ : અમરનાથ યાત્રીઓ-પ્રવાસીઓને સ્થળ છોડવા આદેશ…

Charotar Sandesh

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે અર્થવ્યવસ્થાને લઇ આ ચેતવણી આપી

Charotar Sandesh

સતત પાંચમા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો : ૯ દિવસમાં ૧.૧૯ રુપિયા મોંઘુ થયુ…

Charotar Sandesh