Charotar Sandesh
સ્પોર્ટ્સ

ગૌતમ ગંભીરે મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની કરી માંગ…

ન્યુ દિલ્હી : દેશ દર વર્ષે ૨૯ ઓગસ્ટે હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ટીમ ઈન્ડિયા પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે મેજર ધ્યાનચંદને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે. આ સાથે જ ગૌતમ ગંભીરે ધ્યાનચંદની પ્રશંસા કરતા કહ્યું તેમનાથી કોઈ મોટો ખેલાડી પેદા નથી થયો કે થશે.
ગૌતમ ગંભીરે કહ્યું, હિન્દુસ્તાનના ઈતિહાસમાં મેજર ધ્યાનચંદથી મોટો ખેલાડી ન તો પેદા થયો છે અને ન થશે. તેઓ દેશ માટે આટલા ગોલ્ડ મેડલ લાવ્યા અને એ સમયે લાવ્યા જ્યારે રમત એટલી પ્રખ્યાત ન હતી. હું ઈચ્છુ છુ કે મેજર ધ્યાનચંદને ખૂબ જ જલ્દી ભારત રત્ન મળે. તેનાથી સમગ્ર દેશને ખૂબ જ ખુશી થશે.
મેજર ધ્યાનચંદને હોકીના જાદૂગર કહેવા પાછળનું કારણ તેમનું મેદાન ઉપરનું પ્રદર્શન છે. તેમણે વર્ષ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬માં ત્રણ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા. આ ખેલાડીની સફળતા અહીં જ ખત્મ નથી થઈ. ધ્યાનચંદે પોતાના કરિયરમાં ૪૦૦થી વધારે ગોલ કર્યા. ભારત સરકારે ધ્યાનચંદને ૧૯૫૬માં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણી સન્માનિત કર્યા. એટલે તેમના જન્મ દિવસ ૨૯ ઓગસ્ટને ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

Related posts

ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, શુભમ ગીલ થયો ઈજાગ્રસ્ત…

Charotar Sandesh

બે વર્ષથી ઘરે ગઈ નથી, હવે મેડલ સાથે માતાને મળીશ : શૈલી

Charotar Sandesh

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા પ્રેક્ટિસ મેચમાં ભારતીય કેપ્ટને કરી બોલિંગ…

Charotar Sandesh