Charotar Sandesh
ઈન્ડિયા

ચિંતાજનક : દેશમાં મ્યુકરમાઇકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં…

૧૫ રાજ્યોમાં ૯,૩૨૯ કેસ બ્લેક ફંગસના નોંધાયા, ૨૩૫ના મોત….

મહારાષ્ટ્ર-આંધ્ર પ્રદેશની સ્થિતિ ગંભીર, ઇન્જેકશનના ૨૩૬૮૦ ડોઝની કરાઇ ફાળવણી…

ન્યુ દિલ્હી : કોરોના વાયરસના કહેર વચ્ચે હવે દેશભરમાં બ્લેક ફંગસનો ભરડો ફાટી નીકળ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિત ૧૫ રાજ્યમાં અત્યારસુધી બ્લેક ફંગસના ૯,૩૨૯ કેસ સામે આવ્યા છે, જેમાંથી ૨૩૫ લોકોનાં મોત નીપજ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધી દેશનાં અન્ય રાજ્ય કરતાં સૌથી વધુ ૫ હજાર કેસ સામે આવી ચૂક્યા છે. આ સંક્રમણને કારણે ઘણા દર્દીઓ અંધ પણ થઈ ગયા છે.
હરિયાણાએ સૌથી પહેલા આ બીમારીને મહામારી તરીકે જાહેર કરી દીધી હતી. ત્યાર પછી રાજસ્થાને પણ આ પ્રમાણે બ્લેક ફંગસને મહામારી જાહેર કરી દીધી હતી. કેન્દ્ર સરકારે તમામ પરિસ્થિતિનું અવલોકન કરતાં પ્રત્યેક રાજ્યોને જણાવ્યું હતું કે આ બીમારીને પેન્ડેમિક એક્ટ હેઠળ નોટિફાય કરવી જોઈએ. ત્યાર પછી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુએ પણ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી દીધી છે.
ડૉ. ગુલેરિયાએ જણાવ્યું હતું કે દર્દીઓ ડૉકટરની સૂચના લીધા પછી જ દવાઓનું સેવન કરવું જોઈએ, એની સાથે વધુપડતા સ્ટિરોઇડનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. જો સ્ટિરોઇડ ડૉકટર દ્વારા આપવામાં આવતું હોય તો તેમણે પણ મધ્યમ અથવા ઓછી માત્રામાં આપવું જોઇએ. જો કોઈ લાંબા સમયથી સ્ટિરોઇડ લેતું હોય તો તેને ડાયાબિટીઝની સમસ્યા આવી શકે છે. તેવામાં બ્લેક ફંગસનો ચેપ લાગવાની શક્યતા વધુ રહેલી છે.
હવે બ્લેક ફંગસના વધતા કેસના લીધે સારવાર માટે ઉપયોગમાં લેવાતી એન્ટી-ફંગલ દવા એમ્ફોટેરિસિન-બીની માંગ વધતી જઇ રહી છે. આ દરમ્યાન શનિવારના રોજ તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને એમ્ફોટેરિસિન-બીની કુલ ૨૩૮૬૦ વધુ વાયલ ફાળવી છે. કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ આ માહિતી આપી.
આની પહેલાં ગુરૂવારના રોજ દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને સૂચન કરતાં કહ્યું હતું કે તેઓ દેશમાં વધતી માંગને પૂરી કરવા માટે ઇન્ટરનેશનલ સ્તર પર દવાની ખરીદી કરે.
બ્લેક ફંગસ એક દુર્લભ સંક્રમણ છે જેને મ્યુકોરમાઇકોસિસ પણ કહે છે. આ કોરનાના દર્દી કે પછી સાજા થયેલા દર્દીઓમાં ખતરનાક સાબિત થઇ રહ્યો છે. જો સમયસર ધ્યાન ના આપ્યું તો ૫૦-૮૦ ટકા દર્દીઓના આનાથી મોત પણ થઇ શકે છે. આ એક ફંગલ ઇન્ફેકશન છે જે ખાસ કરીને એ લોકોને સંક્રમિત કરે છે જેઓ કોઇને કોઇ બીમારીના લીધે દવા પર છે.

Related posts

તમિલનાડુ : પીએમ કિસાન યોજનામાં ૧૧૦ કરોડનું કૌભાંડઃ ૮૦ કર્મચારી સસ્પેન્ડ, ૩૪ અધિકારી બરતરફ…

Charotar Sandesh

ફ્રોડ મેસેજોથી સાવધાન : લાલચ આપતા આ મેસેજો ડાયરેક્ટર ડીલીટ કરો, જુઓ વિગત

Charotar Sandesh

કોંગ્રેસ ધારાસભ્ય અદિતી સિંઘ પર જીવલેણ હુમલોઃ ફાયરિંગ પણ થયું

Charotar Sandesh