Charotar Sandesh
ઈન્ડિયા

ચીન જૂન મહીનાના અંત સુધીમાં હોંગકોંગ સુરક્ષા કાયદો લાગુ કરે તેવી શક્યતા…

૨૮થી ૩૦ જૂનના રોજ યોજાશે નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિની બેઠક…

ન્યુ દિલ્હી : ચીનમાં કાયદો બનાવતી ટોચની સંસ્થા આ મહીનાના અંત સુધીમાં ત્રણ દિવસના એક સત્રનું આયોજન કરશે. આ સાથે જ હોંગકોંગ માટે બનાવવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લાગુ કરવાની સંભાવના વધી ગઈ છે. ચીનના આ પ્રસ્તાવિત કાયદાના કારણે અર્ધ સ્વાયત્ત ક્ષેત્રમાં તણાવની સાથે ભયનો માહોલ સર્જાયો છે.
એક અહેવાલ પ્રમાણે આગામી ૨૮થી ૩૦ જૂન દરમિયાન બેઈજિંગ ખાતે નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિની બેઠક યોજાશે. આ બેઠક શનિવારે સમાપ્ત થયેલા ત્રણ દિવસીય સત્રના માત્ર એક સપ્તાહ બાદ યોજાઈ રહી છે જે એક અસામાન્ય વાત છે કારણ કે એનપીસીની સ્થાયી સમિતિ સામાન્ય રીતે દર બે મહીને બેઠક યોજે છે.
આ તરફ ચીને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ ગણાતા ગુનાઓની તપાસ કરવા અને કેસ ચલાવવા હોંગકોંગમાં એક વિશેષ બ્યુરો સ્થાપિત કરવાની યોજના બનાવી છે. શનિવારના રોજ સરકારી મીડિયામાં જાહેર કરવામાં આવેલા સમાચારોમાં હોંગકોંગમાં લાગુ થનારા નવા વિવાદિત રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંગે કેટલીક જાણકારી આપવામાં આવી છે જેના દ્વારા આ વાતની ખબર પડી છે.
એક અહેવાલ પ્રમાણે હોંગકોંગમાં ફાઈનાન્સથી લઈને ઈમિગ્રેશન સુધીની તમામ સરકારી વિભાગોની સંસ્થાઓ સીધી બેઈજિંગની કેન્દ્ર સરકાર પ્રત્યે જવાબદાર રહેશે.
ચીનની વિધાનસભાએ ગુરૂવારે હોંગકોંગ માટેના રાષ્ટ્રીય સુરક્ષા બિલના ડ્રાફ્ટને પસાર કર્યો હતો. આ કાયદાને લઈ ચીન પર અર્ધ સ્વાયત્ત હોંગકોંગના કાયદા અને રાજકીય સંસ્થાઓને નબળા પાડવાનો આરોપ લાગેલો છે.
ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિએ ગુનાની ચાર શ્રેણી સંબંધિત આ બિલની સમીક્ષા કરી હતી. તેમાં ઉત્તરાધિકાર, રાજ્યની શક્તિની સમાપ્તિ, સ્થાનિક આતંકવાદી ગતિવિધિ અને વિદેશી કે બાહ્ય શક્તિ સાથે મળીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકવાનો સમાવેશ થાય છે.

Related posts

નવી યોજના અગ્નિપથને લઈ દેશભરમાં હિંસક પ્રદર્શન વચ્ચે ગૃહ મંત્રાલયની મોટી જાહેરાત

Charotar Sandesh

દિલ્હીના અનાજ માર્કેટમાં ભીષણ આગ : ૪૩ લોકો જીવતા ભડથું… PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું…

Charotar Sandesh

અમે નાગરિકતા બિલ લઇને આવ્યા તો કોંગ્રેસના પેટમાં દુખ્યું : અમિત શાહ

Charotar Sandesh