Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ચૂંટણી બાદ આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો : સારસા ગામે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ…

  • કોરાનાએ માથુ ઉંચક્યું : બે દિવસમાં ૨૧ કેસો નોંધાતા તંત્ર હરકતમાં…
  • જો કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન ના કર્યું તો હજી પણ વધુ વકરવાની શક્યતા…

આણંદ : જિલ્લામાં ચૂંટણી પતી ગયા બાદ હવે કોરાનાએ માથુ ઉંચક્યું છે અને છેલ્લાં બે દિવસોની અંદર કુલ ૨૧ જેટલા કેસો નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ જવા પામી છે. આ સંક્રમણ વધુ ના ફેલાય તે માટે નાગરિકોએ જાતે જ કોરોન ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની તાતી જરૂરીયાત ઉભી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો અનુસાર ગઈકાલે આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવના ૧૦ કેસો નોંધાયા હતા. જેમાં આણંદ શહેરમાં પાંચ,કરમસદમાં ત્રણ, મોગરી અને બાકરોલમાં એકએક કેસોનો સમાવેશ થાય છે. આણંદ જિલ્લામાં ગઈકાલની સ્થિતિએ કુલ ૧,૯૭,૩૧૮ દર્દીઓના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૧,૯૪૫૬૭ દર્દીઓના નેગેટીવ રીપોર્ટ આવ્યા હતા. જ્યારે ૨૬૭૩ દર્દીઓ પોઝિટવ આવતાં તેઓને વિવિધ હોસ્પીટલોમાં તેમજ હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર કરવામાં આવી હતી. કોરોનાથી જિલ્લામાં ૧૭ દર્દીઓના મોત થયા છે. હાલમાં આણંદ જિલ્લામાં ૬૧ જેટલા સક્રિય કેસો રહ્યા છે. જેમાં ૫૮ની હાલત સ્થિર અને ૩ને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે.

આણંદ તાલુકાના સારસા ગામે કોરોનાની નવી લહેર શરૂ થઈ હોય ગ્રામપંચાયત દ્વારા ૧૦મી માર્ચથી ૧૬મી માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન આપી દેવામાં આવ્યું હતુ. જે અંતર્ગત સવારના ૭ થી ૧૧ વાગ્યા સુધી જ વેપાર-ધંધા અને દુકાનો ખુલ્લી રહેશે ત્યારબાદ સંપુર્ણ બજાર બંધ રહેશે. સ્વૈસ્છિક લોકડાઉનના આજે પ્રથમ દિવસે ૧૧ વાગ્યા બાદ આખું સારસા ગામ સંપુર્ણ બંધ થઈ જવા પામ્યું હતુ. અત્યંજ જીવન જરૂરી વસ્તુઓ જેવી કે, દવાઓ માટે મેડિકલ સ્ટોર, દુધના વેચાણ માટે પાર્લરોને જ સ્વૈચ્છિક બંધમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ગ્રામપંચાયત દ્વારા આ દરમ્યાન ફરજીયાત માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની જવાબદારી જે તે દુકાનદારના શીરે નાંખી હતી.

Related posts

આણંદ : ગોલ્ડ સિનેમાના બેઝમેન્ટમાં લાગેલી આગમાં એક ભડથુ : ફાયર સેફ્ટી સામે સવાલ !

Charotar Sandesh

આજે રવિવારે રાજ્યની તમામ આરટીઓ કચેરી ખૂલ્લી રહેશે…

Charotar Sandesh

રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે આવતીકાલે શિક્ષકોના ગાંધીનગર ખાતે ધરણા યોજાશે

Charotar Sandesh