Charotar Sandesh
ગુજરાત

છોટુ વસાવાની ‘ગૂગલી’માં ‘કોંગ્રેસ’ ક્લિન બોલ્ડ : ‘ભાજપ’નો વિજય…

  • રાજ્યસભાની ૪ બેઠકોમાંથી ભાજપે ત્રણ અને કોંગ્રેસે એક બેઠક જીતી…
  • ભાજપના ૧૦૩, કોંગ્રેસના ૬૫, અપક્ષના ૧ અને એનસીપીના એક ધારાસભ્યે મતદાન કર્યું હતું…
  • કોંગ્રેસના ૬૫ ધારાસભ્યોએ મતદાન કર્યુ જેમાંથી શક્તિસિંહને ૩૬,ભરતસિંહને ૩૦ મત મળ્યા જેમાં એક અપક્ષનો સમાવેશ…
  • બીટીપીના બંન્ને ધારાસભ્યોએ અંતિમ સમયે મતદાનનો બહિષ્કાર કર્યો…
  • કોંગ્રેસે ભાજપના બે ધારાસભ્યો ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કેસરીસિંહના મતને લઈને વાંધો ઉઠાવ્યો,રદ્દ કરવાની માંગ
  • ભાજપના બિમાર સભ્ય બલરામ થવાણીને પણ વ્હીલ ચેરમાં લાવવામાં આવ્યાં…
  • ભાજપની ગંદી રાજનીતિના કારણે હાર થઇ : ભરતસિંહ સોલંકી

ગાંધીનગર : ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ ચાર બેઠકો માટે આજે સાંજે મતદાન પૂરુ થયા બાદ જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવી ત્યારે કોંગ્રેસે ભાજપના બે ધારાસભ્યો ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા અને કેસરીસિંહ સોલંકીના વૉટ સામે વાંધો ઉઠાવ્યો હતો. અને પરિણામ રોકી રાખવા માંગણી કરી હતી. આ તબક્કે ચૂંટણી પંચના સત્તાવાળાઓએ કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યુ હતુ. અલબત્ત જે રીતે મતદાન થયું છે તેમાં સ્પષ્ટ નિર્દેશ મળે છે કે ભાજપે ત્રણ બેઠકો મેળવી જ્યારે કોંગ્રેસે એક બેઠક ગુમાવી છે.

ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકોની રસાકસીભરી રીતે યોજાયેલી ચૂંટણીમાં નંબરગેમમાં કોંગ્રેસ કરતાં ભાજપ આગળ નિકળતાં ભાજપના તમામ ૩ ઉમેદવારો નરહરિ અમિન, રમીલાબેન બારા અને અભય ભારદ્વાજ વિજેતા થયા હતા. આ ત્રણેય ઉમેદવારોને ૩૬-૩૬ ફર્સ્ટ પ્રેફરન્સના વોટ મળ્યા છે તો બીટીપીના છોટુભાઇ વસાવા છેક છેલ્લી ઘડીએ મતદાનથી દૂર રહેતાં કોંગ્રેસની તરફેણમાં બે વોટ ઘટતાં કોંગ્રેસને એક બેઠક ગુમાવવી પડી હતી. આ ઉપરાંત નંબરગેમમાં ભાજપની સરળતા માટે કોંગ્રેસ ૮ ધારાસભ્યોએ રાજીનામા આપતાં કોંગ્રેસને મળવાપાત્ર બન્ને બેઠકો પૈકી એક બેઠક ગુમાવવી પડી છે ભરતસિંહ સોલંકી હાર્યા છે અને કોંગ્રેસ જેમને રાજ્યસભામાં લઇ જવા માંગે છે તે શક્તિસિંહ ગોહિલ જીત્યા હતા. પરિણામ પહેલાં સોલંકીએ મિડિયા સાથેની વાતચીચમાં પોતાની હાર સ્વીકારી લીધી હતી અને તે માટે ભાજપ પર દોષારોપણ કર્યું હતું. ખાસ કરીને વસાવાને મતદાન નહીં કરવા દેવા ભાજપે દબાણ કર્યોનો સોલંકીએ દાવો કર્યો હતો. ભાજપના ૧૦૩, કોંગ્રેસના ૬૫, અપક્ષના ૧ અને એનસીપીના એક ધારાસભ્યે મતદાન કર્યું હતું. મતદાર એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું.

પાંચ વાગ્યે રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી થવાની હતી. પણ તે સમયે કોંગ્રેસ દ્વારા ભાજપના બે ધારાસભ્યોના મત મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કેસરીસિંહના મતને લઈને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. ભૂપેન્દ્રસિંહની મેટર સબજ્યુડિશિયલ હોવાનો અને કેસરીસિંહની તબિયત નાદૂરસ્ત હોવાને કારણે તેઓનાં મત ન ગણવા સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો.

ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠક માટે ભાજપના ૩ અને કોંગ્રેસના ૨ મળીને એમ કુલ પાંચ ઉમેદવારોની વચ્ચે ભારે રસાકસીભર્યા રાજકિય વાતાવરણની વચ્ચે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી,. એક-એક વોટનું અતિ રાજકિય ગણતરીનું મહત્વ હોવાથી બન્ને પક્ષોએ પોતપોતાના ધારસભ્યોને જીવની જેમ સાચવીને રાખ્યા હતા અને મતદાન માટે એક પછી એક સભ્યોને મોકલવામાં આવ્યાં હતા. ભાજપે અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાને મેદાનમાં ઉતાર્યા હતા તો કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી.
આજે મતદાનની પ્રક્રિયા સરૂ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીઓએ પણ મતદાન કર્યું હતું. ભાજપ પાસે ૧૦૩ મતો એટલે કે ધારાસભ્યો હતા તો કોંગ્રેસ પાસે માત્ર ૬૫ સભ્યો હતા. કોંગ્રેસને મળવાપાત્ર બન્ને બેઠકોમાંથી એક બેઠક આંચકી લેવા ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતારતાં રાજકિય પરિમાણો બદલાયા હતા.. અને કોંગ્રેસમાં કુલ ૮ ધારાસભ્યોએ નંબરગેમની રમતમાં ભાજપની સરળતા માટે ચૂંટણી પહેલાં રાજીનામા આપતા ભારે રસાકસી સર્જાઇ હતી.ભાજપ અને કોંગ્રેસના સભ્યોની સાથે દ્ગઝ્રઁ અને એક અપક્ષે પણ મતદાન કર્યું હતું.. એનસીપીના કાંધલ જાડેજાએ દાવો કર્યો કે તેમણે પક્ષના આદેશ પ્રમાણે કોંગ્રેસને વોટ આપ્યો છે. જો કે તેઓ મતદાન માટે ભાજપના એક મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની સાથે કારમાં બેસીને આવ્યાં હતા. કેસરીસિંહ મતદાન કરવા એમ્બ્યુલન્સ માં પહોંચ્યા હતા.

ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)એ વોટ ન આપતા કૉંગ્રેસને રાજકિય નુકશાન થયું છે. મતદાનની ૨૦ મિનિટ બાકી હતી ત્યારે વસાવાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે અમારા પ્રશ્નો હલ ન થતા અમે નારાજ છીએ. છોટૂ વસાવાના મત ન મળવાના કારણે આ સ્થિતિનો સીધો ફાયદો ભાજપને થશે. એક રીતે જોતાં કોંગ્રેસની ગેમ ઉંધી પડી હતી. કોંગ્રેસ એક બેઠક ગુમાવી હતી. .

આજે વોટ આપવા માટે ભાજપના કોરોનાગ્રસ્ત ધારાસભ્યો પણ વિધાનસભા આવ્યા હતા. પરસોત્તમ સોલંકી, શંભુજી ઠાકોર અને કેસરીસિંહ ચૌહાણે પ્રોક્સીની મદદથી વોટ આપ્યો હતો. કેસરીસિંહને એમ્બ્યુલન્સમા જ્યારે બલરામ થવાણીને વ્હીલચેરમાં વોટિંગ માટે લવાયા હતા.

ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે મત જેના પર સમગ્ર ગેમ ચેન્જ થવાનો મદાર હતો.તેમણે મતદાન કર્યુ નથી. છોટૂ વસાવાએ કર્યુ કે શિડ્યૂલ-૫નું અમલીકરણ ન કરતા અમે મતદાનથી અળગા રહીએ છીએ.
રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે મત, છોટૂ વસાવા અને મહેશ વસાવા ગેમ ચેન્જર સાબિત થવાના હતા.. ભાજપે તેમની સાથે બંધ બારણે બેઠક કરી લીધા બાદ હવે કૉંગ્રેસના નેતાઓ પણ બેઠક કરી હતી. કૉંગ્રેસ વતી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ તેમજ ભિલોડોના ધારાસભ્ય અનિલ જોશીયારા વસાવા બેલડીને મળવા પહોંચ્યા હતા.પરંતુ તેમણે મતદાનથી જ દૂર રહેવાની રણનીતિ અપનાવી હતી.

આજે ૧૯ જૂને સવારે ૯ વાગે મતદાન હાથ ધરાયું હતું અને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં મતદાનની રસાકસી શરૂ થઈ હતી. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન માટે મતદાન પૂર્ણ થયા બાદ. ભાજપના જ બીજા ઉમેદવાર રમીલાબેન બારા માટે મતદાન કરવા ભાજપના ૩૫ ધારાસભ્યો પહોંચ્યા હતાં. . વિધાનસભા ભવન ફ્લો૨ નં.૪ પ૨ મતદાન આજે સવારે ૯ વાગ્યે મતદાન શરૂ થયું હતું. બપોરે ૪ વાગ્યે સુધી મતદાનનો સમય હતો.
ત્યારબાદ ૫ વાગ્યાની આસપાસ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બપોર સુધીમાં ૧૭૨ ધારાસભ્યમાંથી ૧૦૮ ધારાસભ્યએ મતદાન કર્યું હતું. જેમાં કોંગ્રેસના ૪૧, ભાજપના ૬૬ અને દ્ગઝ્રઁના ૧ મતનો સમાવેશ થાય છે.

Related posts

૧ જૂનથી દેશભરમાં ટ્રેનો દોડશે, ગુજરાતને ૧૦ ટ્રેન મળી, વધારે અમદાવાદને ફાળે…

Charotar Sandesh

પત્નીએ કોર્ટ કેસ કર્યો હોય તે કારણોસર છૂટાછેડા ના આપી શકાય : ગાંધીનગર કોર્ટનો ચુકાદો

Charotar Sandesh

બોલો… સુરતના વેપારીએ પોતાના બે માસના પુત્ર માટે ચાંદ પર જમીન ખરીદી..!!

Charotar Sandesh