Charotar Sandesh
ગુજરાત

જુન ૧૮ થી ૮ જુલાઇ વચ્ચે નોર્મલ થી વધુ વરસાદ ત્રાટકશે…

દેશમાં આ વર્ષે ચોમાસુ નોર્મલ આસપાસ રહેવાની આગાહી…

૮ જુલાઇથી ૨૦ જુલાઇ ૨૦૨૦ વચ્ચે દેશમાં સામાન્ય વરસાદનું વાતાવરણ જોવા મળશે…

ગાંધીનગર : જાણીતા હવામાન નિષ્ણાંત શ્રી કે દ્વારા આ વર્ષના ચોમાસાની આગાહી કરવામાં આવી છે કે, ૧થી ૧૫ જુન વચ્ચે દેશભરમાં લગભગ સામાન્ય કે નોર્મલ વરસાદ રહેશે. રોજે રોજ દેશભરના હવામાન અને વરસાદ અંગે માહિતી આપતા રહેલા શ્રી કેની તેમના ટવીટર એકાઉન્ટમાં નોંધે છે કે જુન ૧૮ થી ૮ જુલાઇ વચ્ચે નોર્મલ થી વધુ વરસાદ ત્રાટકશે. ૮ જુલાઇથી ૨૦ જુલાઇ ૨૦૨૦ વચ્ચે દેશમાં સામાન્ય-નોર્મલ વરસાદનું વાતાવરણ જોવા મળશે.
૨૦ જુલાઇ થી ૩૦ ઓગષ્ટ વચ્ચે ફરી દેશના વિવિધ ભાગોમાં નોર્મલથી વધુ એટલે કે સારો એવો જોરદાર વરસાદ જોવા મળે તેવી સંભાવના તેમણે દર્શાવી છે. સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ અથવા તો નોર્મલથી વધુ વરસાદ અને ઓકટોબરમાં નોર્મલ વરસાદ જોવા મળે તેવી આગાહી શ્રી કેનીએ તેમના ટવીટર હેન્ડલ ઉપર કરી છે. આ વર્તારા મુજબ સૌરાષ્ટ્ર -કચ્છ-ગુજરાત-રાજસ્થાન સહિતના અને દક્ષિણ તથા ઉત્તર-પૂર્વના કેટલાક રાજયોમાં નોર્મલથી વધુ વરસાદની આગાહી થઇ છે.૨૦૨૦માં ’’નેગેટીવ ઇન્ડિયન ઓશન ડિપોલ’’ ડેવલપ થવાની સંભાવના તેમણે વ્યકત કરી છે. આ વર્ષે મોટાભાગે ચોમાસુ સમયસર અથવા ૩ થી ૪ દિવસ મોડુ બેસે તેવી સંભાવના પણ દર્શાવાઇ છે. શ્રી કેની કહે છે કે નૈઋત્યના ચોમાસાનો દેખાવ ૯૨ થી ૯૭ ટકા લગભગ નોર્મલ આસપાસ રહેશે. આ ઉપરાંત લા-નીના જેવુ વાતાવરણ આ વર્ષના ૨૦૨૦ના નેઋત્યના ચોમાસામાં મોડેથી સર્જાય તેવા નિર્દેશ પણ આપ્યો હતો.

Related posts

ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકાર આવ્યા બાદ બદલીને લઈને આઈએએસ, આઈપીએસની ચિંતા વધી

Charotar Sandesh

૩૧મી ડિસેમ્બરને પગલે રતનપુર ચેકપોસ્ટ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો…

Charotar Sandesh

પીએચડી કરનારાઓને સરકાર મહિને રૂ. ૧૫ હજાર સ્ટાઇપેન્ડ ચુકવશે

Charotar Sandesh