Charotar Sandesh
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ખાસ ’જર્સી’ પહેરી ઉતરશે…

રવિન્દ્ર જાડેજાએ શેર કરી…

ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સો.મીડિયા પર જે જર્સીને શેર કરી છે જેને કોહલી એન્ડ કંપની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહેરીને મેદાનમાં ઉતરશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડબ્લ્યૂટીસી ની ફાઇનલ મેચ ૧૮ જૂનથી સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ સમયે મુંબઈમાં ક્વોરેન્ટાઇન છે. ત્યારબાદ ટીમ ૨ જૂને ઈંગ્લેન્ડ માટે રવાના થશે.
જાડેજાએ પોતાના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર જર્સી પહેરી પોતાનો ફોટો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું- ૯૦ના યાદકાને યાદ કરીએ. ભારતે ઈંગ્લેન્ડને હરાવી ડબ્લ્યૂટીસી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
જો આ ટેસ્ટ ડ્રો કે ટાઈ થાય તો બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર ૧૦ દિવસ માટે ક્વોરેન્ટાઈન રહેશે. પરંતુ આ દરમિયાન તેને પ્રેક્ટિસની મંજૂરી હશે. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા ઈંગ્લેન્ડ પહોંચી ચુકી છે. કીવી ટીમ ફાઇનલ પહેલા ઈંગ્લેન્ડ વિરુદ્ધ બે મેચોની ટેસ્ટ સિરીઝ રમશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમ ઈન્ડિયાઃ-
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રિષભ પંત, લોકેશ રાહુલ અને રિદ્ધિમાન સહા (રાહુલ-સહાએ ફિટનેસ ટેસ્ટ ક્લિયર કરવો પડશે), હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, એક્સાર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ.

સ્ટેન્ડબાય પ્લેયર્સઃ- અભિમન્યુ ઇસ્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ના, આવેશ ખાન, અરજણ નાગવાસવાલા.

Related posts

છઠ્ઠા અને સાતમા ક્રમે દબાણમાં મેચ જીતાડે તેવા ખેલાડીઓની જરૂર : કોહલી

Charotar Sandesh

સિડનીમાં દર્શકોનો અભદ્ર વ્યવહાર નવી વાત નથી : અશ્વિન

Charotar Sandesh

આઈપીએલની બાકી રહેલી મેચો યૂએઈમાં રમાશે : બીસીસીઆઈનો નિર્ણય

Charotar Sandesh