Charotar Sandesh
ગુજરાત

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, નોંધાયા એક સાથે ૨ કેસ…

ગાંધીનગર : ગુજરાતમાં આ વાયરસનાં એક સાથે બે કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ડેલ્ટા પ્લસનો આંક ૪૮એ પહોંચ્યો છે.
દેશમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અંગેની ચિંતાઓ વચ્ચે દેશમાં કોરોના ત્રીજી લહેરનો ભય વધ્યો છે. ત્યારે હવે ગુજરતામાં પણ આ વાયરસની એન્ટ્રી થઇ ગઈ છે. ગુજરાતમાં આ વાયરસનાં એક સાથે બે કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ડેલ્ટા પ્લસનો આંક ૪૮એ પહોંચ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતમાં મળી આવેલા કોરોના વાયરસનો ડબલ મ્યૂટન્ટ સ્ટ્રેન B.1.617.2ને ડેલ્ટા નામ આપવામાં આવ્યું છે. B.1.617.2માં બીજો મ્યૂટેશન K417N થયો છે, જે અગાઉ કોરોના વાયરસના બીટા અને ગામાના વેરિયન્ટમાં પણ જોવા મળ્યો હતો. નવા મ્યૂટેશન પછી રચાયેલા વેરિયન્ટને ડેલ્ટા+ વેરિયન્ટ અથવા AY.1 અથવા B.1.617.2.1 કહેવામાં આવે છે.
K417N મ્યૂટેશનવાળા આ વેરિયન્ટ મૂળ વાયરસ કરતાં વધુ ચેપી છે. વેક્સિન અને દવાઓની અસરને નબળી બનાવી શકે છે. ખરેખર B.1.617 લાઈનેઝથી જ ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2) બહાર આવ્યો છે. એના વધુ બે વેરિયન્ટ છે- B.1.617.1 અને B.1.617.3, જેમાં B.1.617.1ને ડબલ્યુએચઓએ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની યાદીમાં રાખ્યો છે અને કપ્પા નામ આપ્યું છે.

Related posts

૨૩ તાલુકામાં ૧ મિમિથી ૨ ઇંચ સુધી વરસાદ : સૌરાષ્ટ્રમાં મેઘાની મહેર…

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાના આજે નવા ૬૨૭૫ કેસો : જાણો આણંદ-નડીયાદમાં નિયંત્રણો બાદ કેટલા કેસો નોંધાયા

Charotar Sandesh

રાજ્યમાં દારૂબંધીનાં લીરેલીરાં ઉડ્યા..!! બે વર્ષમાં ૯૦૮૪ ફરિયાદ નોંધાઈ…

Charotar Sandesh