Charotar Sandesh
વર્લ્ડ

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર માસ્ક પહેરી જોવા મળ્યાઃ બે અઠવાડિયામાં ખુશખબર આપીશું…

USA : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસના પ્રકોપને જોતા માસ્ક પહેરવાનુ શરૂ કરી દીધુ છે અને કહ્યુ કે આ વર્ષના અંત સુધી કોરોનાની વેક્સિન તૈયાર થવાની પૂરી સંભાવના છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તરી કેરોલિનાના મતદાતાઓને એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ મહામારી સામે લડવા તત્પર છે. ટ્રમ્પે કહ્યુ કે હુ તમામ અમેરિકી લોકો પર વિશ્વાસ કરૂ છુ અને સલાહ આપુ છુ કે સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરે, સ્વચ્છતા જાળવી રાખે, ભીડ વાળા વિસ્તારોથી અંતર રાખે અને માસ્ક પહેરે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તરી કેરોલિનાના ફુઝીફિલ્મ પ્લાન્ટની યાત્રા દરમિયાન આ વાત કહી, જ્યાં વેક્સિન બનાવવાનુ કામ ચાલી રહ્યુ છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સાર્વજનિક સ્થળો પર બીજીવાર માસ્ક પહેર્યુ, પહેલીવાર ત્યારે પહેર્યુ હતુ જ્યારે આ મહિનાની શરૂઆતમાં વૉશિંગ્ટનની પાસે વૉલ્ટર રીડ મેડીકલ સેન્ટરનો પ્રવાસ કરવા ગયા હતા. વેક્સિન બનવાના પ્રશ્ન પર કહ્યુ કે મે કેટલીક સકારાત્મક વાતો સાંભળી છે પરંતુ વર્ષના અંત સુધી વેક્સિન તૈયાર થવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે કોવિડ-૧૯ની સારવાર સંબંધિત મને લાગે છે કે આગામી બે અઠવાડિયામાં આપણી પાસે કહેવા માટે વાસ્તવમાં કેટલાક મહત્વના સમાચાર હશે.

આગામી બે સપ્તાહમાં કેટલીક જાહેરાત થશે. વ્હાઈટ હાઉસે જણાવ્યુ કે જૂનથી લઈને અત્યાર સુધી અમેરિકા સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેનાથી કોરોનાની સ્થિતિને લઈને અમેરિકા દુનિયામાં પહેલા સ્થાને પહોંચી ગયુ છે. ટ્રમ્પના આંતરિક ચક્રના વરિષ્ઠ અધિકારી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રૉબર્ટ ઓ બ્રાયન કોરોના વાઈરસથી સંક્રમિત છે.

  • Yash Patel

Related posts

ઇમરાન ખાનની અમેરિકામાં ફજેતી : ભાષણ વખતે બલૂચિસ્તાનની આઝાદીના નારા લાગ્યા…

Charotar Sandesh

અમેરિકામાં સીએએના સમર્થનમાં ભારતીયોએ રેલી કાઢી…

Charotar Sandesh

ભારત અને કેનેડાના સંબંધો હાલ વણસ્યા : અભ્યાસ અર્થે ગયેલ વિદ્યાર્થીઓ-વાલીઓમાં ચિંતા વધી

Charotar Sandesh