Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીમાં કાલે મતગણતરી: એકઝિટ પોલમાં‘ઝાડુ’ ફરી વળવાના વર્તારા છતા ઉતેજના….

ઈવીએમમાંથી કોઈ રોન નીકળવાની ભાજપ-કોંગ્રેસને આશા…

નવીદિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આવતી કાલે હાથ ધરાશે. તમામ એકઝીટ પોલમાં આપને બહુમતી મળતી ચોખ્ખું દર્શાવાયા છતા ભાજપ નેતાઓએ એકિઝટ પોલના અનુમાન ખોટા પડવાનો અને પક્ષને 48 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળવાનો છાતી ઠોકીને દાવો કરતા રાજકીય ઉતેજના ઉભી થઈ છે.
શનિવારે થયેલા મતદાનના ચુંટણી પંચે 24 કલાક પછી આંકડા જાહેર કર્યા પહેલા આપના નેતાઓએ કંઈક રંધાઈ ગયાની આશંકા વ્યકત કરી હતી. પક્ષે અનેક અનઅધિકૃત લોકોના હાથમાં ઈવીએમ મશીનો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

બીજી બાજુ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ 48 બેઠકો મળવાની તેમના દાવાની ટવીટ અને સાઉન્ડ બાઈટ સાચવી રાખવા પડકાર ફેંકતા શાસક પક્ષની ચિંતામાં વધારો થયો છે. ભાજપના દાવા મુજબ છેલ્લી બે કલાકમાં થયેલું ધીંગુ મતદાન તેના પક્ષમાં થયુ છે અને આથી એકઝીટ પોલ ખોટા પડશે.

એકઝીટ પોલમાં પક્ષ ફરી નિરાશાજનક દેખાવની આગાહી કરાયા છતાં કોંગ્રેસને પણ ઉંડે ઉંડે આશા છે તે હરિયાણા અને મહારાષ્ટ્રની જેમ તેનો દેખાવ દિલ્હીમાં પણ સંતોષકારક રહેશે. કેટલાક એકઝીટ પોલમાં પક્ષને શુન્ય અને એકમાં 4 બેઠકો મળવાની શકયતા દર્શાવી છે. કોંગ્રેસના નેતાઓના દાવા મુજબ પક્ષે ડઝનથી વધુ બેઠકો પર સારી લડત આપી છે, અને એકઝીટ પોલ મુજબ તેમનો દેખાવ એટલો ખરાબ નહી હોય.

Related posts

બાલાસોર ટ્રેન દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કવચ સિસ્ટમ લાગુ કરવા કરી માગ

Charotar Sandesh

સોશિયલ મીડિયા અને OTT માટે નવા નિયમો જાહેર, ફરિયાદ પર વાંધાજનક સામગ્રી હટાવવી પડશે…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી રાજ્યસભામાં અમરનાથ યાત્રા દરમ્યાન થયેલ આતંકી હુમલાને યાદ કરી રડી પડ્યા…

Charotar Sandesh