મુંબઈ : પાકિસ્તાનની ખૈબર પખ્તુનખ્વા સરકારે શહેરના મધ્યમાં આવેલા બોલિવૂડ અભિનેતા દિલીપ કુમાર અને રાજ કપૂરના પૂર્વજોના ઘરોની ખરીદી માટે રૂ. ૨.૩૫ કરોડની રજૂઆતને મંજૂરી આપી હતી, અને આ રાષ્ટ્રીય વારસો જાહેર કર્યો છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન મહમૂદ ખાને આ પ્રસ્તાવને ઔપચારિક રીતે મંજૂરી આપી દીલીપ કુમાર અને રાજ કપૂરની આ પૂર્વજોની હવેલીઓ ખરીદવા સંબંધિત અધિકારીઓને મંજૂરી આપી હતી. આ હવેલીઓને એ દર ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે,
જે થોડા અઠવાડિયા પહેલા ખૈબર પખ્તુનખ્વાના કમ્યુનિકેશન્સ એન્ડ કન્સ્ટ્રકશન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી હતી. પેશાવરના ડેપ્યુટી કમિશનર મુહમ્મદ અલી અસગરએ વિભાગના અહેવાલ બાદ દિલીપકુમારના ૧૦૧ ચોરસ મીટરના મકાનની કિંમત ૮૦.૫૬ લાખ રૂપિયા નક્કી કરી છે, જ્યારે રાજ કપૂરના ૧૫૧.૭૫ ચોરસ મીટરના બંગલાની કિંમત ૧.૫૦ કરોડ રાખવામાં આવી છે. ખરીદી કર્યા પછી, બંને હવેલીઓને ખૈબર પખ્તુનખ્વા પુરાતત્ત્વ વિભાગના સંગ્રહાલયમાં ફેરવવામાં આવશે.