Charotar Sandesh
ગુજરાત

દુષ્કર્મીઓને ફાંસીના માંચડે લટકાવી શકાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે…

મૂકબધિર કિશોરી પર દુષ્કર્મ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહે કહ્યું…

ગાંધીનગર : ડિસામાં મૂકબધિર સગીરા પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટું નિવેદન આપ્યું છે. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આવી ઘટનાના આરોપીઓને સખ્તાઇનો મેસેજ મળે તે રીતે કામ કરાશે. ડિસાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની મંજૂરી આપી દીધી છે. તેમણે તેના માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક કરવાની જાહેરાત પણ કરી છે. આ સાથે મહત્ત્વનું નિવેદન આપતા તેમણે જણાવ્યું કે, આવા કેસોનો દર ૧૫ દિવસે રિવ્યૂ કરવામાં આવશે. આજે ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમી ખાતે ગૃહરાજ્ય મંત્રી અને રાજ્યપોલીસ વડાની અધ્યક્ષતામાં પરેડ યોજાઈ હતી. જેમાં ૨૧ ઓક્ટોબરના રોજ પોલીસ શહાદત દિવસની યાદમાં આ પરેડ યોજાઈ હતી.
પરેડમાં ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ કર્મચારી અને અધિકારીઓનું સન્માન યોજાયું હતું. ત્યારબાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે, બનાસકાંઠામાં મૂકબધિર કિશોરી પર દુષ્કર્મ બાદ હત્યા અંગે કડક શબ્દોમાં આરોપીઓને ચેતવણી આપી હતી. ગૃહરાજ્યમંત્રી, પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, ડિસાની ઘટનામાં આરોપીઓને તાત્કાલિક સજા મળે તે માટે જરૂરી ફોરેન્સિકની અને બાકીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે, જે નરાધમો આવી નાની દીકરીઓ પર દુષ્કૃત્ય કરે છે તેને ફાંસીનાં માંચડે લટકાવી શકાય તે માટે આ કેસને ફાસ્ટ ટ્રેકનાં માધ્યમથીઝડપથી આ ચૂકાદો આવે તે માટે સ્પેશિઅલ અધિકારીઓ પૂરા પાડવા અને આ માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર આ કેસ લડશે. જે નરાધમો આ પ્રકારનાં દુષકૃત્ય કરે છે તેમને સખ્તાઇનો મેસેજ આપવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધા છે. આ સાથે આવા કેસના રિવ્યૂ અને ઝડપથી આ કેસ ચાલે અને ઝડપથી કેસની સજા અપાય તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે. ડિસાના શિવનગરમાં રહેતી ૧૨ વર્ષીય મૂકબધિર કિશોરી ગૂમ હતી. વહેલી સવારે દાંતીવાડાના ભાખર ગામ પાસે અવાવરુ પહાડી વિસ્તારમાંથી આ ૧૨ વર્ષીય કિશોરીની ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

Related posts

સામાજિક દૂષણોથી મુક્તિ માટે ઠાકોર સમાજે ડીજે પર પ્રતિબંધ મુક્યો : દીકરીઓને મોબાઈલથી દૂર રાખવા અપીલ કરાઈ

Charotar Sandesh

કોરોનામાં લોકોની મદદ માટે કોંગ્રેસે લોન્ચ કરી “ઈ જનમિત્ર મોબાઇલ” એપ…

Charotar Sandesh

કોરોના બેકાબૂ : સુપ્રિમે ગુજરાત સહિત ત્રણ રાજ્યોને ફટકાર લગાવી…

Charotar Sandesh