Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોના ‘અનસ્ટોપેબલ’ : ૨૪ કલાકમાં ૧૧ હજાર કેસો..! વધુ ૩૮૬ લોકોના મોત…

રેકોર્ડ ૧૧,૪૫૮ કેસ સાથે ભારતમાં કોરોના કેસ ત્રણ લાખને પાર…

૨૪ કલાકમાં વધુ ૩૮૬ લોકોના મોત થતા કુલ મૃત્યુ આંક ૮,૮૮૪ થયો, દર્દીઓના સાજા થવાની ટકાવારી ૪૯.૯ ટકા જેટલી કુલગામમાં સીઆરપીએફના ૩૧ જવાનો કોરોના પોઝિટિવ…

હવે ફક્ત પખવાડિયાથી ઓછા સમયમાં એક લાખ કેસોનો વધારો જોવા મળ્યો….

ન્યુ દિલ્હી : હોલિવુડની ફિલ્મ “અનસ્ટોપેબલ”ની જેમ જાણે કે કોરોના વાઇરસના કેસો અટકતા ન હોય તેમ આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન સૌથી વધારે રેકોર્ડબ્રેક ૧૧,૪૫૮ કેસો બહાર આવતાં લોકોમાં ફફડાટ વ્પયાપી જાય તે સ્વાભાવિક છે. એટલું જ નહીં છેલ્લાં કેટલાક દિવસથછી કેસોનની સંખ્યા ૧૦ હજારની આસપાસ અને હવે તો ૧૧ હજાપની આસપાસ બહાર આવી રહ્યાં છે. જે કેસો બહાર આવી રહ્યાં છે તેમાં સૌથી વધારે મહારાષ્ટ્રના છે. છેલ્લાં ૨૪ કલાકમાં સૌથી વધારે ૩૮૬ લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક ૮,૮૮૮૪ પર પહોંચ્યો છે. તો કુલ કેસો પણ ખૂબ જ ટૂંકા ગાળામાં ૩ લાખને પાર થઇ ગયા છે., પંજાબ સરકા૩રે તો શનિ-રવિ અને રજાના દિવસે ફરજિયાત લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જો આ જ રીતે રોજના ૧૦ હજીર કરતાં વધુ કેસો વધતાં રહેશે તો ૨૫ જૂન સુધીમાં કેસોનો આંકડો ૪ લાખને પાર થઇ જાય તો નવાઇ નહીં. . હાલમાં કુલ કેસોની સંખ્યા હવે ૩,૦૮,૯૯૩ થઇ છે. ભારત વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસો ધરાવતા દેશોની યાદીમાં યુકેથી આગળ આવીને ચોથા ક્રમે પહોંચી ગયું છે.
સૂત્રોએ કહ્યું કે, દેશમાં કોરોનાએ એક જ દિવસમાં પોતાનો વિકરાળ ચહેરો બતાવ્યો હોય તેમ વિતેલા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના રેકોર્ડ ૧૧,૪૫૮ પોઝિટિવ કેસો નોંધાયા છે અને તેને પગલે પોઝિટિવ કેસોની સંખ્યા ત્રણ લાખને પાર થઇ ગઈ છે. એક દિવસમાં વધુ ૩૮૬ લોકોના મોત થયા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું
ભારત વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસો ધરાવતા દેશોની યાદીમાં યુકેથી આગળ આવીને ચોથા ક્રમે પહોંચ્યું છે. દેશમાં શુક્રવાર સવારથી અત્યાર સુધીમાં રેકોર્ડ ૧૧,૪૫૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. દેશમાં મોટાભાગના રાજ્યોમાં અનલોક-૧ના અમલની સાથે કોરોનાએ પણ છૂટછાટ લીધી હોય તેમ કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. શુક્રવારે દેશમાં સૌપ્રથમ વખત સત્તાવાર રીતે પોઝિટિવ કેસોનો આંક ૧૦ હજારને પાર થયો હતો.
અત્યાર સુધીમાં કોરોનાની જંગમાં જીતીને ૧,૫૪,૩૨૯ લોકો સાજા થયા છે જેને પગલે દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ૧,૪૫,૭૭૯ છે. આ સાથે જ દર્દીઓના સ્વસ્થ થવાની ટકાવારી ૪૯.૯ ટકા જેટલી રહી છે. દેશમાં પ્રથમ એક લાખ કેસ ત્રણ મહિના બાદ થયા હતા જ્યારે હવે ફક્ત પખવાડિયાથી ઓછા સમયમાં એક લાખ કેસોનો વધારો થતો જોવા મળ્યો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ૩ દિવસમાં ૧૦૩૫૪ દર્દી કોરોનાના મળી આવ્યાં હતા. અને રાજ્યમાં કોરોનાના સૌથી વધારે દર્દી ૩૧ થી ૪૦ વર્ષની વયના હોવાનું બહાર આવ્યું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૩૭૧૭ લોકોએ જીવ ગુમાવ્યા છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે અત્યાર સુધી ૯૩ હજાર ૮૦૪ દર્દીઓનું ઉંમર પ્રમાણે એનાલિસિસ કર્યું છે. જેમાં સૌથી વધારે દર્દી ૩૧ થી ૪૦ વર્ષની ઉંમરના છે, જે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યાના ૨૦.૧૦% છે. આ પ્રકારે ૨૧ થી ૩૦ વર્ષની ઉંમરના ૧૭૮૯૦ સંક્રમિત મળ્યા છે. સાથે જ રાજ્યમાં ૧૦ વર્ષની ઉંમર સુધીના ૩૦૮૧ બાળકો સંક્રમિત થયા છે.
ભારતની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં ૧૨૭ લોકોના મોત થયા હતા. અહીંયા મુંબઈ દેશનું પહેલું શહેર બન્યું છે, જ્યાં મૃતકોનો આંકડો બે હજારને પાર થઈ ગયો છે. અહીંયા અત્યાર સુધી ૨,૦૪૪ લોકોના મોત થઈ ચુક્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે ૧૨૯ લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી થયેલા મોતમાં આ સંખ્યા સૌથી વધારે છે. આ પહેલા ગુરુવારે જ ૧૦૧ સંક્રમિતોના મોત થયા હતા.
વિતેલા ૨૪ કલાકમાં વધુ ૩૮૬ મોત થયા છે જે સૌથી વધુ દિલ્હીમાં ૧૨૯, મહારાષ્ટ્રમાં ૧૨૭, ગુજરાતમાં ૩૦, ઉત્તર પ્રદેશમાં ૩૦, તામિલનાડુમાં ૧૮, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને મધ્ય પ્રદેશમાં ૯-૯, કર્ણાટક તેમજ રાજસ્થાનમાં ૭-૭, હરિયાણા અને ઉત્તરાખંડમાં ૬, પંજાબમાં ૪, આસામમાં ૨, કેરળ, જમ્મુ કાશ્મીર અને ઓડિશામાં ૧ મોત થયું છે.
રાજસ્થાનમાં ૨૩૦ નવા દર્દી સામે આવ્યા અને ૭ લોકોના મોત થયા હતા. સિરોહીમાં ૪૭, અલવરમાં ૩૨, જયપુર અને જોધપુરમાં ૨૯-૨૯ દર્દી મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા ૧૨ હજાર ૬૮ થઈ ગઈ છે, જેમાંથી ૨૭૮૫ એક્ટિવ કેસ છે.
મધ્યપ્રદેમાં શુક્રવારે ૨૦૨ નવા કેસ સામે આવ્યા હતા અને ૯ દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો ૧૦ હજાર ૪૪૩ થઈ ગયો છે.

Related posts

મોરારિબાપુની જાહેરાત બાદ રામમંદિર નિર્માણ માટે ૧૬ કરોડ એકઠા થયા…

Charotar Sandesh

સરકારની વધારે પડતી દખલગીરી ઉદ્યોગોને આગળ વધતા અવરોધે છે : મોદી

Charotar Sandesh

ભારતમાં ટૂંક સમયમાં આવશે રશિયામાં બનેલ કોરોના રસી : રાજનાથ સિંહનો દાવો…

Charotar Sandesh