Charotar Sandesh
સ્પોર્ટ્સ

ધોનીના ગુસ્સાથી ખરાબ રીતે ડરી ગયો હતોઃ કુલદિપ યાદવ

મુંબઇ : એમએસ ધોનીને તેમના શાંત સ્વભાવ માટે ઓળખવામાં આવે છે. હાલાત કેટલા પણ ખરાબ કેમ ન હોય પરંતુ ધોની હંમેશા શાંત રહે છે અને તેનો આ સ્વભાવ આખી દુનિયામાં તેના વખાણ થઇ રહ્યા છે. જોકે, કેટલીક વખત ધોનીને ગુસ્સો પણ આવ્યો છે. જે લાઇવ મેચમાં ખેલાડીઓને ધમકાવતા પણ નજરે પડ્યો છે. જેમા ચાઇનામેન બોલર કુલદીપ યાદવ પણ સામેલ છે. કુલદીપ યાદવે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ દરમિયાન જણાવ્યું કે ધોનીના ગુસ્સાથી તે ખરાબ રીતે ધ્રુજી ડરી ગયો હતો..
કુલદીપ યાદવ પ્રખ્યાત સ્પોટ્‌ર્સ એન્કર જતિન સપ્રુથી વાત કરતા કહ્યું કે આખરે ધોનીએ તેની પર ગુસ્સો કેમ કર્યો હતો. તેણે કહ્યું કે ધોનીને ખૂબ ઓછો ગુસ્સો આવે છે. એક વખત જ્યારે અમે ઇન્દોરમાં શ્રીલંકા વિરુદ્ધ રમી રહ્યા હતા ત્યારે ધોનીને ગુસ્સો આવ્યો હતો. રોહિત ભાઇએ તે સમયે સદી ફટકારી હતી. થયું એવું કે કુસલ પરેરાએ મારા બોલ પર કવર ઉપર ચોગ્ગો માર્યો તેમણે પાછળથી જ બૂમ પાડતા મને કવર હટાવવા માટે કહ્યું અને ફીલ્ડિંગમાં બદલાવ કરવા કહ્યું પરંતુ હું સાંભળી શક્યો નહીં. તે બાદ પરેરાએ મને રિવર્સ સ્વીપ પર ચોગ્ગો માર્યો. કુલદીપ યાદવે આગળ કહ્યું કે બીજો ચોગ્ગો ફટકાર્યા બાદ ધોની મારી પાસે ગુસ્સાથી આવ્યા અને કહ્યું કે હું ગાંડો છું ૩૦૦ વનડે રમી છે અને સમજાવી રહ્યો છું અહીં.
કુલદીપ યાદવે કહ્યું કે ધોની ભાઇનો ગુસ્સો જોઇ હું ખૂબ ડરી ગયો તે બાદ હું માહી ભાઇની બાજુમાં બેઠો, મેં પુછ્યું તમને ગુસ્સો પણ આવે છે. તેમણે મને કહ્યું કે મને ૨૦ વર્ષ પહેલા ગુસ્સો આવ્યો હતો. હવે મને અનુભવ થઇ ગયો છે તો હું ગુસ્સો નથી કરતો પણ ધમકાવું છું. તે હજી મારો ગુસ્સો જોયો નથી. રણજી ટ્રોફી રમતો હતો ત્યારે ગુસ્સો આવતો હતો. ટીમ ઇન્ડિયાની સાથે મને માત્ર ૨-૩ મેચમાં ગુસ્સો આવ્યો છે.

Related posts

આઈપીએલમાં વીવોને વિવાદ શરૂ થતા આવતા સપ્તાહે બીસીસીઆઈની ખાસ બેઠક…

Charotar Sandesh

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ આઈસીસી ટીમ ઓફ ધ ડેકેટની જાહેરાત કરી…

Charotar Sandesh

રાજસ્થાનની IPL ફાઈનલમાં એન્ટ્રી : અમદાવાદ સ્ટેડિયમમાં ગુજરાત-રાજસ્થાન વચ્ચે જંગ જામશે

Charotar Sandesh