Charotar Sandesh
ગુજરાત

ધોરણ-૧૦ના માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે…

ગાંધીનગર : કોરોના મહામારી વચ્ચે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. અને હવે એવી વિગતો સામે આવી છે કે માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે. આ માટે ધો. ૧૦ના પરિણામના મૂલ્યાંકન માટે બેઠક મળી હતી. માધ્યમિક, ઉ.મા. શિક્ષણ બોર્ડના ચેરમેનની બેઠક યોજાઈ હતી. પણ માર્ક્સ કયા આધારે આપવા તેને લઈને અસમંજસ છે. જેને લઈ આવતા અઠવાડિયે ફરીથી બેઠક મળશે અને તે બાદ નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત સીબીએસઇના નિયમ કેવી રીતે લાગુ કરવો તેને લઈને પણ અસમંજસ છે.
આગામી સમયમાં કોઈપણ ટેક્નિકલ કારણો ઉભા ન થઈ શકે. ધોરણ ૧૧ અને ITI, ડિપ્લોમા સહિતના પ્રવેશ માટેના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને માર્કશીટ આપવામાં આવશે. માર્કશીટ આપવાનો પણ નિર્ણય કરી દેવામાં આવ્યો છે. પણ મુલ્યાંકન કેવી રીતે કરવું તેને લઈને મોટો સવાલ ઉભો થયો છે. બોર્ડ દ્વારા ઓનલાઈન શિક્ષણના આધારે એકમ કસોટી લેવામાં આવી હતી તેના આધારે મુલ્યાંકન કરવાનો વિચાર કરવામાં આવ્યો છે.
સીબીએસઇ ગાઈડલાઈનના આધારે છેલ્લા ૩ વર્ષના (ધો. ૭,૮,૯)ના માર્કશીટના આધારે મુલ્યાંકન કરીને માર્કશીટ બનાવવી. પરંતુ ગત વર્ષે ગુજરાતમાં ધોરણ ૯ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. એટલે કે તેના ગુણ કેવી રીતે ગણવા તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. આમ ઝ્રમ્જીઈનો નિયમ ગુજરાત માટે લાગુ કરવો શક્ય નથી.
એટલે આજે પણ બેઠકમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આવતા અઠવાડિયે વધુ એક બેઠક મળશે. અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Related posts

૨ દિવસ આ શહેરોમાં માવઠાની આગાહી, ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

Charotar Sandesh

વડોદરા : એલર્ટને પગલે રાજ્યમાં રેલવે પોલીસ ફોર્સ દ્વારા મુસાફરોનું ચેકિંગ…

Charotar Sandesh

બાળ તસ્કરીના નેટવર્કનો સૌથી મોટો પર્દાફાશ : ૧૨૫ બાળકોને મુકત કરાવ્યા…

Charotar Sandesh