નડિયાદ : ખેડા જિલ્લામાં સતત વધી રહેલ કોરોનાનું સંક્રમણ વહીવટી તંત્ર માટે પડકાર જનક બની રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લામાં ૨૯ પોઝિટિવ કેસ નોંધાયા. વળી શિયાળામાં કફ શરદી અને ખાંસીની ફરિયાદો વધતા પ્રજાજનોમાં પણ ભયનું વાતાવરણ નિર્માણ થયેલ છે. જનતા હોસ્પિટલમાં જતા ડરી રહી છે. બીજી તરફ નડિયાદ અને આસપાસના ગામોના કોરોનાનો કહેર વિસ્તરી રહ્યો છે.
મહત્વનું છેકે, કોરોનાને પ્રથમ પગલે જ પકડી તેની સારવાર કરવામાં આવે તો દર્દીઓને ઘણી રાહત મળી રહે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નડિયાદમાં સંતરામ મંદિર બહાર ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવમાં આવ્યું છે. અહીં એન્ટિજન રેપીડ ટેસ્ટ કરાવવા લોકો એ લાઈનો લગાવી દીધી છે. જનતાની જાગરૂકતા અને તંત્રની મહેનત કોરોના ને કેટલો બેઅસર કરે છે તે જોવું રહ્યું.