Charotar Sandesh
ગુજરાત

નરોડામાં કોમર્શિયલ બિલ્ડિંગ ધરાશાયી થતાં ૧નું મોત, ૨ દટાયા…

અમદાવાદ : અમદાવાદમાં ગત મોડીરાત્રે એક મોટી દુર્ઘટના બની છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થતાં એકનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં ગતમોડી રાતથી અત્યાર સુધી બિલ્ડિંગના કાટમાળમાં દટાયેલા ૨ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે દુકાન માલિકે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, તેના માટે ત્રણ દુકાન તોડવામાં આવી હતી. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર ફાટક પાસેનું પ્રેમ માર્કેટની બિલ્ડિંગ ગત મોડીરાત્રે એકાએક ધસી પડી હતી.

આ ઘટનામાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે બિલ્ડિંગના કાટમાળમાં દટાયેલા ૨ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અમદાવાદમાં બનેલી ગત મોડીરાતની આ દુર્ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાટમાળમાંતી બે લોકોને બહાર કાઢવામાં આવ્યાછે. આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ દુકાનદાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે દુકાન માલિકે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, તેના માટે ત્રણ દુકાન તોડવામાં આવી હતી. ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાથી આ દુર્ઘટના બની છે. દુકાન માલિકને જમીનની ભૂખના કારણે અમારા પુત્રનું મૃત્યું થયું છે.

દુકાન પાછળ પણ ગેરકાયદેસર વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ દુકાનદારનું નામ ઘનશ્યામ મેઘરજભાઈ સિંધી છે. ઘનશ્યામ સિંધીએ ટીવીનો શો-રૂમ કરવા માટે ૩ દીવાલો તોડી નાંખી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે મોડી રાત્રે ફાયર બ્રિગેડની બચાવ કામગીરી અને રેસ્ક્યૂ ચાલી કરી દેવામાં આવ્યું હતું. એવું કહેવાઈ રહ્યું છે કે ઘણા સમયથી જર્જરિત હાલતમાં આ કોર્મશિયલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતું.

Related posts

ગરબાના સ્થળે આડેધડ પાર્કિગ થશે તો મંજુરી રદ, પાર્કિંગ થયેલા વાહનોને દંડ ફટકારાશે…

Charotar Sandesh

વિવિધ જીલ્લાઓમાં કમોસમી વરસાદઃ ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકમાં મોટું નુકશાન…

Charotar Sandesh

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ, શ્રદ્ધાળુઓ અટવાયા

Charotar Sandesh