Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પહેલી રાખી દેશપ્રેમ કી : આણંદ જિલ્લામાંથી સેનાની ત્રણેય પાંખોમાં ૧૫૭૩ રાખડી સાથે પત્ર મોકલાશે…

આણંદ : પહેલી રાખી દેશપ્રેમ કી અભિયાન અંતર્ગત ગુજરાતના ૧૮૦૦૦ ગામડાંઓથી ૩૦,૦૦૦ જેટલી રાખડીઓ એકત્ર થઇ છે. જે અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાંથી સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડના માર્ગદર્શક ડૉ. જીગર ઇનામદારના માર્ગદર્શન હેઠળ ઝોન ઇન્‍ચાર્જ શ્રી મનોજ કીકલાવાલા, ઝોન સહ ઇન્‍ચાર્જ શ્રી જગત પટેલ, આણંદ જિલ્‍લા વાલી ડૉ. આશવ પટેલ અને  જિલ્‍લા સંયોજક શ્રી ચિરાગ જોગીની રાહબરી હેઠળ સરહદ પર તૈનાત સેનાની ત્રણેય પાંખો થલ, જલ અને નભના સૈનિકો માટે ૧૫૭૩ રાખડીઓ સાથે ૧૫૭૩ પત્રો મોકલવામાં આવનાર છે.

જેમાં થલ સેનાના સૈનિકો માટે સીયાચીન, ગલવાન, બનાસકાંઠા, ઉરી, કચ્‍છ અને જેસલમેર, એરફોર્સ (નભ)ના સૈનિકો માટે જામનગર, ભૂજ, પઠાણકોટ, નલિયા, શ્રીનગર અને મકરપુરા-વડોદરા, જયારે નેવીના સૈનિકો માટે ઓખા, પોરબંદર, મુંબઇ, લક્ષદ્વીપ, વિશાખાપટ્ટનમ અને આંદાબાન-નિકોબાર ટાપુ પર મોકલવામાં આવશે.

દેશના સીમાડાઓની રક્ષા કરતા સૈનિકોની રક્ષા માટે કોઇ સીમાડા નડતા નથી.  દેશની રક્ષા કાજે સૈનિકો માટે જિલ્લાની તમામ ધર્મની બહેનોએ  દેશના સૈનિકોની રક્ષા માટે રાખડીઓનું પૂજન કરી દરેક રાખડી સાથે એક પત્ર મોકલી આપેલ છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, પહેલી રાખી દેશપ્રેમ કી અભિયાન અંતર્ગત આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલના પત્‍નીએ પણ રાખડી મોકલાવી છે.

જિલ્‍લા-તાલુકા નગરના પ્રતિનિધિઓએ જિલ્‍લામાંથી બહેનો પાસેથી રાખડી અને પત્ર એકત્ર કરી હતી. આ ૧૫૭૩ રાખડીઓ સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન સાથે પૂજન કરી એકત્ર કરીને મોકલવામાં આવી રહી છે. આમ જિલ્લામાં આ કાર્યક્રમ થકી દેશભક્તિના વાતાવરણનું નિર્માણ થયું હતુ.

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હર ઘર તિરંગા માટે એક નવતર પહેલ

Charotar Sandesh

વિદ્યાનગર રાષ્ટ્રીય અંધજન મંડળમાં રહેતી પ્રજ્ઞાચક્ષુ દીકરીનો અનેરો લગ્ન ઉત્સવ

Charotar Sandesh

વાસદ પ્રાથમિક કન્યા શાળામાં મધ્યાહન ભોજનના અનાજનું વિતરણ કરવામાં આવ્યું…

Charotar Sandesh