Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

બનાવટી સર્ટીફીકેટ-માર્કશીટ બનાવડાવી વિદેશ મોકલતા ભેજાબાજોને ઝડપી પાડતી એસ.ઓ.જી. આણંદ…

આણંદ : વિદેશ જવા ઇચ્છુક ગ્રાહકોના અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ તથા યુનિવર્સિટી તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના બનાવટી સર્ટીફીકેટ તથા માર્કશીટ બનાવડાવી વિદેશ મોકલતા ભેજાબાજો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. આણંદ
મુ.પોલીસ અધિક્ષકશ્રી અજીત રાજયાણ સાહેબશ્રી આણંદ નાઓએ એસ.ઓ.જી. ને લગતી અસરકારક કામગીરી કરવા સારૂ આપેલ સુચના અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો એસ.ઓ.જી ઓફિસ ખાતે હાજર હોઇ તે દરમ્યાન અહેડકો હાર્દિકકુમાર તથા પોકો ભરતભાઇ નાઓને બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે આણંદ મંગળપુરા વિસ્તારમાં આવેલ અતિથિ એપાર્ટમેન્ટમાં આવેલ મકાન નંબરે ૧૦૨ માં રહેતા કનુભાઇ રજાભાઇ રબારી નાઓ પોતાના રહેણાંક મકાનમાં ખોડલ કન્સલટન્સી દ્વારા વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી વિદેશના વિઝા મેળવી વિદેશ મોકલી આપે છે જેવી ચોક્કસ બાતમી હકીકત આધારે પંચો સાથે ૧૦૨ અતિથિ એપાર્ટમેન્ટ ખાતે આવેલ ખોડલ કલ્સનટન્સી ખાતે જઇ ખાતરી તપાસ કરતા કનુભાઇ રજાભાઇ રબારી નાનો હાજર મળી આવેલ તથા ટેબલ પર પડેલ ફાઇલો તથા લીલા કવરો બાબતે પુછતા વિદેશ જવા માંગતા અલગ અલગ ગ્રાહકોના સર્ટીફીકેટો તેમજ દસ્તાવેજી કાગળો હોવાનું જણાવતો હોઇ જે ચકાસી જોતા નકલી હોવાની હકીકત માલુમ પડેલ જે અંગે સદર ઈસમને વધુ પુછપરછ કરતા અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ તથા યુનિવર્સિટીના બનાવટી સર્ટીફીકેટ જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ના માર્કશીટો તેમજ અલગ અલગ ગુજરાત રાજ્યની યુનીવર્સીટીઓની માર્કશીટો પોતે વડોદરા ના રહેવાસી આદિત્ય ચંદ્રવદન પટેલ નાઓના સંપર્કથી વડોદરાના રહેવાસી હીરેન ઉર્ફ સોનું ચંન્દ્રકાત સાઠમ નાઓ મારફતે વીઝા ઇચ્છુક ધરાવતા ગ્રાહકોની જરૂરીયાત મુજબ બનાવટી સરકારી દસ્તાવેજો બનાવડાવેલ હોવાનું જણાવેલ.
જેથી સદર ઇસમને પકડી તેના વિરુધ્યમાં આણંદ ટાઉન પો.સ્ટે.ગુ .૨, નંબર ૧૧૨૧૫૦૦૨૨૦૧૪૬o/ ૨૦૨૦ આઇપીસી કલમ ૪૬૫, ૪૬૬, ૪૬૮૪૭૪, ૧૨૦ (બી) મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ જી.એન.પરમાર પો.ઇન્સપેક્ટર એસ.ઓ.જી આણંદ નાઓ ચલાવતા હોય મુદ્દામાલની વિગત :
  • આરોપી કનુભાઇ રજાભાઇ રબારી પાસેથી કબજે લીધેલ મુદ્દામાલ :
(૧) વીઝા કલ્સન્ટીંગ ઓફીસમાંથી મળી આવેલ અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાઓના બનાવટી
માર્કશીટ તથા સર્ટીફીકેટ નંગ -૧૦૬
(૨) વીઝા કલ્સન્ટીંગ ઓફીસમાંથી મળી આવેલ અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાઓના અસલ
માર્કશીટ તથા સર્ટીફીકેટ નંગ -૧૬
(૩) અલગ અલગ નામ સરનામાવાળા ભારતીય પાસપોર્ટ નંગ -૩૦
(૪) અલગ અલગ ભારતીય દરની ચલણી નોટો રોકડા રૂપિયા ૨૨,૫૦,૦૦૦/
(૪) સેમસંગ કંપનીના મોબાઇલ ફોન નંગ- ૦૨ મળી કુલ્લે રૂપિયા ૨૩,૧૫,૦૦૦/
  • આરોપી હિરેન ઉર્ફે સોનુ ચંદ્રકાંત સાઠમ પાસેથી કબજે લીધેલ મુદ્દામાલ :
(૧) એક રેડમી કંપનીનો મોબાઇલ ફોન
(૨) એક કોમ્યુટરનું મોનીટર
(3) એલ.જી કંપનીનું સીપીયુ
(૪) એક લીનોવા કંપનીનું કી બોર્ડ
(૫) એક ડેલ કંપનીનું માઉસ
(૬) એક એચ.પી કંપનીનું કલર પ્રિન્ટર એક ઇલેક્ટ્રીક એક્ષટેન્શન બોર્ડ
(૮) એક ઇલેક્ટ્રીક લેમીનેશન મશીન
(૯) ચાર પેન ડ્રાઇવ
(૧૦) એક રબર સ્ટેમ્પ બનાવવાનું ઇલેક્ટ્રોનિક્સ પતરાનું મશીન
(૧૧) અલગ અલગ યુનીવર્સીટીઓ તેમજ કોલેજો તેમજ સરકારી ઓફીસોના રબર સ્ટેમ્પો કુલ ૫૭
(૧૨) તેમજ જુદાજુદા સર્ટીફીકેટો તથા દસ્તાવેજો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કાગળો
જોતા ટ્રેસીંગ પેપેર નંગ -૦૯, લેમીનેશન રોલ વપરાયેલ નંગ -૦૨, પીળા કલરના પેપર નંગ
૮૭, ફોઇલ પેપર રોલ નંગ -૦૨, એક કાગળો કાપવાનું કટર નંગ -૦૧, એક સ્ટીલની ફુટપટ્ટી ૧૨
ઇચ ની નંગ -૦૧ તથા એક સ્ટીલની ફુટપટ્ટી ૨૪ ઇંચની
(૧૩) અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓના ગ્રાહકોને આપવા બનાવેલ બનાવટી
સર્ટીફિકેટો તથા માર્કશીટો નંગ -૫૨ તમામ કુલ્લે રૂ .૪૧,૮૦૦/-તથા સહિત તમામ મુદ્દામાલ
કુલ્લે રૂ .૨૩,૫૬,૮૦૦/-નો વધુ તપાસ અર્થે કબ્જે લેવામાં આવેલ છે.
  • Jignesh Patel, Anand

Related posts

આજે આણંદ જિલ્લામાં બપોરના ચાર વાગ્યા સુધી જાણો કેટલા કિશોર-કિશોરીઓએ રસી મૂકાવી, જુઓ

Charotar Sandesh

ખંભાતના શક્કરપુરમાં થયેલ પથ્થરમારામાં ઝડપાયેલ આરોપીઓએ રિમાન્ડ દરમ્યાન કર્યો મોટો ખુલાસો

Charotar Sandesh

આણંદમાંથી ઝડપાયું રાજ્યવ્યાપી આર.સી. બુક કૌભાંડ : ૧૨૫૨ નકલી આરસી બુક મળી

Charotar Sandesh