Charotar Sandesh
બોલિવૂડ

બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ મલાઇકા અરોરાએ લીધી કોરોનાની વેક્સીન…

મુંબઈ : બોલિવૂડમાં પણ કોરોનાની રસી લેવાનું શરૂ થઇ ગયુ છે. મોટાભાગનાં સેલિબ્રિટીઝ જ્યાં એક તરફ કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે ત્યાં બીજી તરફ સ્ટાર્સ કોરોના વેક્સીન પણ લેવાનું શરૂ કરી દીધુ છે.
હાલમાં બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસમાંથી એક મલાઇકા અરોરાએ કોરોનાની વેક્સીન લઇ લીધી છે. જેની જાણકારી તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તસવીર શેર કરીને આપી છે. આ પહેલાં બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચને કોરોનાની રસી લીધી છે તેની માહિતી તેમણે તેમનાં ટિ્‌વટર પર પોસ્ટ શેર કરી આપી છે. તેમજ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ પણ કોરોનાની રસી લીધી છે.
મલાઇકા અરોરા પણ એક સમયે કોરોનાની ચપેટમાં આવી ગઇ હતી. તેનો બોયફ્રેન્ડ અર્જૂન કપૂર પણ કોરોનાની ચપેટમાં આવ્યો હતો જે માટે બંને હોમ ક્વૉરન્ટીન રહ્યાં હતાં. આ સમયે પણ મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી તેનાં કોરોના પોઝિટિવ થયાની ખબર શેર કરી હતી.
બીજી તરફ આલિયા ભટ્ટ, આમીર ખાન, આર માધવન જેવા સ્ટાર્સ કોરોનાની ચપેટમાં છે. ટીવી એક્ટ્રેસ મોનાલીસાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Related posts

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌટને ગૃહ મંત્રાલયે આપી “વાય” શ્રેણીની સુરક્ષા

Charotar Sandesh

નિધન / બોલિવૂડ જગતને આંચકો, સુશાંત સિંહ રાજપૂતે ગળેફાંસો ખાઈ મોત વહાલુ કર્યુ…

Charotar Sandesh

કોરોનાકાળના હિરો સોનુ સૂદ પર તવાઈ : આઈટી દ્વારા રેડ કરાઈ

Charotar Sandesh