Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ થયો કોરોના સંક્રમિત…

મુંબઈ : દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે સરકાર દ્વારા તેમને અટકાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આ વાયરસ કેટલો ખતરનાક છે તે આ ઉપરથી સમજી શકાય છે કે, આજે સામાન્ય વ્યક્તિ થી લઈને સેલીબ્રીટી સુધીનાં લોકો તેની ઝપટમાં આવી ગયા છે. ભારતનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એવા યુસુફ પઠાણે ટિ્‌વટર પર ખુલાસો કર્યો કે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આ પહેલા ભારતીય ક્રિકેટર અને મહાન ખેલાડી સચિન તેંડુલકરનો કોવીડ-૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
યુસુફ તાજેતરમાં રાયપુરમાં રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી-૨૦ ટૂર્નામેન્ટ દરમિયાન તેંડુલકરની કેપ્ટનશીપવાળી ઇન્ડિયા લેજન્ડ્‌સની ટીમમાં સામેલ હતો.
યુસુફે જણાવ્યું, તે હાલ હોમ ક્વોરોન્ટાઇન થયા છે. યુસુફે ટ્‌વીટ કર્યુ, “મેં આજે કોવિડ -૧૯ નો ટેસ્ટ કરાવ્યો છે જેમાં ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. હાલ તેઓ ઘરે બધી સાવચેતી રાખી રહ્યા છે, અને દવાઓ લે છે.

Related posts

અલવિદા શેન વોર્ન : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે હૃદયરોગથી અવસાન

Charotar Sandesh

ભારતીય બેટ્‌સમેન ક્વોરન્ટાઇન સમયને કેવી રીતે કરી રહ્યા છે પસાર શ્રેયસે શેર કરી પોસ્ટ…

Charotar Sandesh

ડેવિડ વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન બન્યો…

Charotar Sandesh