Charotar Sandesh
વર્લ્ડ

ભારતમાં કોરોના ખૂબ ઝડપથી નથી ફેલાઈ રહ્યો પરંતુ જોખમ અકબંધ : WHO

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આયુષ્યમાન ભારત યોજનાની પ્રશંસા કરી…

અવરજવર શરૂ થવાના કારણે સંક્રમણ ફેલાવવાનું જોખમ, કેસ ડબલ થવાની ગતિ પર નજર રાખવી મહત્ત્વપૂર્ણ…

જિનિવા : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કોરોના સંક્રમણને અટકાવવાના ભારતના પ્રયત્નોની પ્રશંસા કરી છે. ડબલ્યુએચઓના જણાવ્યા પ્રમાણે, ભારતમાં સંક્રમણ ઝડપથી નથી ફેલાઈ રહ્યું, પરંતુ તેનું જોખમ યથાયવત છે. એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે.
ડબલ્યુએચઓના સ્વાસ્થ્ય આપત્તિ કાર્યક્રમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો.માઈકલ રિયાનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં કોરોના કેસ ત્રણ અઠવાડિયામાં બમણા થઈ રહ્યા છે છે, પરંતુ મામલા સતત વધી રહ્યા છે. ભારત જ નહીં પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને દક્ષિણ એશિયાના ગીચ વસ્તીવાળા દેશોમાં પણ મહામારીની સ્થિતિ વિસ્ફોટક નથી, પરંતુ આવું થવાનું જોખમ છે. રિયાન ચેતવણી આપી કે જો સંક્રમણ સમુદાયના સ્તરે શરૂ થશે તો તે ખૂબ ઝડપથી ફેલાશે.
રિયાનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં લોકોની અવરજવર ફરીથી શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં સંક્રમણ વધવાનું જોખમ છે. અહીં સ્થળાંતર કરનારાઓની સંખ્યા વધારે છે, શહેરી વિસ્તારોમાં ભીડ અને ઘણા લોકોને દરરોજ કામ પર જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી જેવા મુદ્દાઓ પણ છે.
ડબલ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સોમ્યા સ્વામિનાથનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં કોરોનાના જેટલા કેસ છે જે ૧૩૦ કરોડની વસ્તની હિસાબથી વધારે નથી. પરંતુ સંક્રમણ વધવાનો દર અને કેસ ડબલ થવાની ગતિ પર નજર રાખવી મહત્ત્વપૂર્ણ છે.

Related posts

USA : ન્યૂજર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે 75 દિવસ માટે વિરાટ રક્તદાન અભિયાનનો પ્રારંભ

Charotar Sandesh

જો ૭૦% લોકો પણ માસ્ક પહેરવાનું ના ભૂલે તો કોરોનાને ફેલાતો અટકાવી શકાયઃ સ્ટડી

Charotar Sandesh

આગામી અઠવાડિયા સુધી કોરોનાના કેસની સંખ્યા ૧ કરોડ પર પહોંચી શકે છે : WHO

Charotar Sandesh