Charotar Sandesh
ગુજરાત

મહેસાણામાં ૬, કચ્છમાં એક અને ભાવનગરમાં ૨ કોરોના કેસ નોંધાતા ખળભળાટ…

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના કહેર તો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવે કોરોનાએ ગાંમડાઓમાં પ્રવેશ કરી લીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે મહેસાણામાં સનસનીખેજ રીતે કોરોના વાયરસથી સંક્રમિત ૬ કેસ ફરીથી નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. મહેસાણા જિલ્લામાં કોરોનાના ૬ કેસમાં બહુચરાજીમાં ૩, કડીમાં ૨, વિજાપુરમાં એક કેસ સામે આવ્યો છે. આજે ખાસ વાત તો એવી છે કે આજ સુધી જે જગ્યાએ કોરોનાએ પ્રવેશ કર્યો નહોતો તેવી જગ્યાએ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં પહેલી વખત કોરોનાના એકસાથે ૩ કેસ નોંધાયા છે, આ સિવાય વિજાપુર તાલુકામાં પણ એક કેસ નોંધાતા ધીરેધીરે કોરોના કહેર ગાંમડાઓ તરફ વધી રહ્યો છે, જે ખરેખર ગુજરાત માટે સૌથી માઠા સમાચાર ગણી શકાય તેમ છે.

સોમવારે મહેસાણા જિલ્લાના અનેક નાના-મોટા તાલુકાઓમાં શંકાસ્પદ ૬૨ દર્દીઓના કોરોના શંકાસ્પદના સેમ્પલ લેવાયા હતા. જે પૈકી ૬ પોઝેટિવ સેમ્પલ આવ્યા છે, જ્યારે ૫૩ નેગેટિવ આવ્યા છે.

આજે કચ્છના ભચાઉમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. ભચાઉના જસડા ગામના શખ્સને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોના વાયરસના આ કેસ સાથે એક અજીબોગરીબ વાત સામે આવી રહી છે. ભચાઉમાં જે વ્યક્તિને કોરોના પોઝિટીવ આવ્યો છે, તે યુવક પર બે દિવસ અગાઉ ફાયરિંગ થયું હતું. ફાયરિંગ થતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અમદાવાદમાં કોરોનાના સેમ્પલ લેવાતા યુવક પોઝિટિવ નીકળ્યો હતો.
ભાવનગરમાં પણ આજે કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા છે. ભાવનગરના સાંઢિયાવાડમાં ઇન્ડિયા હાઉસ સંચિત નિવાસની સામે સંજરી પાર્કમાં એક બાળક સહિત ૨ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જે કેસ સામે આવ્યા છે તેમાં ૭ વર્ષનું બાળક અને ૩૩ વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. આ સાથે જ ભાવનગરમાં કોરોનાના કુલ આંક ૯૭ પર પહોંચ્યો છે.

Related posts

ઉનાળાની એન્ટ્રી : રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો…

Charotar Sandesh

રાજ્યભરમાં નિરિક્ષકોનો સર્વે : પ્રાથમિક શિક્ષકોને કામ સોંપાતા હોબાળો….

Charotar Sandesh

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના ટોલ ટેક્સથી દર મહિને ૧૫૦૦ કરોડની કમાણી થશે

Charotar Sandesh