Charotar Sandesh
ગુજરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14 હજાર કરોડ રૂપિયાના “આત્મનિર્ભર ગુજરાત” રાહત પેકેજની જાહેરાત કરી…

  • 200 યુનિટ વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને બિલમાં 100 યુનિટનું બિલ માફ : વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી : લક્ઝરી બસો, ટેક્સી, કમર્શિયલ વાહનો વગેરેને 6 મહિનાનો રોડ ટેક્સ સંપૂર્ણ માફ
  • 4 ટકાના દરે રૂ.2.50 લાખ સુધીની લોન અપાશે: ખેડૂતોને અનાજ સંગ્રહ માટે 35 હજાર અને આદિવાસીઓને મકાન બાંધવા 35 હજારની સહાય મળશે : વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે લો ટ્રાન્સમિશન વીજ કનેકશન ધરાવતા ગ્રાહકો ને વીજ બિલમાં મે-૨૦૨૦નો ફિક્સ્ડન ચાર્જ માફી
  • નાની દુકાનો કરીયાણા , કાપડ, રેડીમેઇડ કપડા , મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, વગેરે ને જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા
  • રાજ્યના 24 લાખ ખેડૂતોને શૂન્ય ટકા દરે કૃષિધિરાણ આપવા જાહેરાત કનિદૈ લાકિઅ : CM રાહત ફંડમાંથી 8 મનપાને કોવિડ–19ના સંદર્ભે 100 કરોડની ફાળવણી કરાઈ…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને વેગવંતુ બનાવવા માટે અને નાનામાં નાના છેવાડાના ગરીબ-વંચિત-પીડિત-શ્રમિક-નાના વેપાર-ઉદ્યોગ ધંધા રોજગારને ફરીથી પાટે લાવવા માટે ૧૪ હજાર કરોડ રૂપિયાના “આત્મનિર્ભર ગુજરાત” રાહત પેકેજની જાહેરાત કરી હતી.

ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે જે કમિટીની રચના ઇકોનોમીક રિવાઇવલની ભલામણો સુચવવા કરી હતી. આ કમિટીએ તેનો ઇન્ટરીમ રિપોર્ટ રાજ્ય સરકારને ત્રણ દિવસ પહેલાં આપ્યો હતો અને તેનો અભ્યાસ કરીને મંત્રીઓ,અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ “આત્મનિર્ભર ગુજરાત” રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત માટે રૂપિયા 14,000 કરોડનું વિરાટકાય “આત્મનિર્ભર ગુજરાત પેકેજ” જાહેર કર્યું છે. કોરોના કાળમાં લોકોને આર્થિક માર ઓછો પડે એ માટે 200 યુનિટ વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને બિલમાં 100 યુનિટનું બિલ માફ કરાયું છે જ્યારે કમર્શિયલ વીજ કનેક્શન ધરાવતા 33 લાખ ગ્રાહકોનો સર્વિસ ચાર્જ માફ કરવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સમાં વાણિજ્ય એકમોને સપ્ટેમ્બર સુધી 20%ની રાહત, 31 જુલાઈ સુધી ટેક્સ ભરનારને વધુ 10% ડિસ્કાઉન્ટની ઘોષણા થઈ છે. લક્ઝરી બસો, ટેક્સી, કમર્શિયલ વાહનો વગેરેને 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો 6 મહિનાનો રોડ ટેક્સ માફ કરાયો છે. ઉદ્યોગોને રાહત આપવા GIDCને 460 કરોડ ફાળવવામાં આવ્યા છે જ્યારે ઉદ્યોગકારોને 768 કરોડની પેન્ડિંગ સબસિડી એક મહિનામાં ચૂકવી દેવાશે. સૌથી વધુ રોજગાર આપતા બાંધકામ ક્ષેત્રને વેગ આપવા દોઢ લાખ એફોર્ડબલ ઘર બનાવવા સરકાર એક હજાર કરોડ આપશે. ટેકસટાઇલ ઉદ્યોગને 450 કરોડની સહાય અપાશે, GSTના 1200 કરોડના પડતર રિફંડ એક મહિનામાં જ ચૂકવી આપવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે. ખેડૂતોને અનાજ સંગ્રહ માટે ખેતરમાં ગોડાઉન બનાવવા 35 હજાર મળશે જ્યારે આદિવાસી શ્રમિકોને પોતાનાં વતનમાં પાક્કું ઘર બાંધવા 35 હજારની સહાય મળશે. એક લાખની બદલે હવે અઢી લાખ સુધીની લોન વેપારીઓને મળી શકશે, જેનાં માટે વ્યાજદર વાર્ષિક 4% રહેશે. મહિલા ઉત્કર્ષ માટે સખી મંડળોને વ્યાજ વગરની લૉન મળશે, લારી-ફેરિયાઓને છત્રી અપાશે. તેમજ માછીમારો, MSME વગેરે માટે પણ અનેક યોજનાઓ તેમણે જાહેર કરી છે.

Related posts

મોંઘવારીનો માર : સીંગતેલમાં ૭૦ અને કપાસિયા તેલમાં ૧૧૦ રૂપિયાનો વધારો

Charotar Sandesh

ગુજરાતમાં નશાનો કાળો કારોબાર : કચ્છમાં દરિયાઈ સીમા પાસેથી ઝડપાયું ૩૫૦ કરોડનું ડ્રગ્સ

Charotar Sandesh

ગુજરાત : મોર્નિંગ ન્યુઝ : આજના લેટેસ્ટ ન્યુઝ : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૭-૦૮-૨૦૨૪

Charotar Sandesh