Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ…

છેલ્લા ૨૪ કલાકમાં ગોંડલમાં જળબંબાકારની સ્થિતિ…

ગાંધીનગર : હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ૩૦મી જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. ગુજરાતમાં આગામી ૪૮ કલાકની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. આગામી ૪ દિવસ વરસાદની આગાહી છે. આગામી ૫ દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે અને વીજળીના કડાકા શરૂ થયા છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિત અનેક શહેરોમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી ૫ દિવસ વરસાદની આગાહી છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે જો આજે વરસાદ પડે તો લોકોને ગરમીથી રાહત મળી શકે છે. આજથી નવસારી, ભાવનગર, વલસાડ,દીવ-દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો આ તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છને પણ મેઘરાજા ઘમરોડી શકે છે. અમરેલીના ખાંભા પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમરેલીના ખાંભા પથકમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. હાલ નાનુડી, પીપળવા, ખડાધારમાં વરસાદ પડી રહ્યો છે. આ સિવાય ડેડાણ, પચપચીયા, ભાડમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી અને લોકોએ હાશકારો અનુભવ્યો છે. પાંચ દિવસના વિરામ બાદ વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ થયો છે.
સાબરકાંઠામાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. હિંમતનગરના ગાંભોઈ પંથકમાં વરસાદ છે.ચાંપલાનાર, રૂપાલ, બીલપણકંપ, રાયગઢ, ખેડ, ગાંધીપુરામાં પણ વરસાદ પડી રહ્યો છે. હિંમતનગરના ગાંભોઈ પંથકમાં વરસાદનું આગમન થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારે હિંમતનગરમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો છે.
સુરત શહેરના પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુરત શહેરના વરાછા, રાંદેર, અઠવાગેટમાં વરસાદ જોવા મળ્યો છે. અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.
દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં દાહોદ, ઝાલોદ, લીમડીમાં વરસાદ પડી રહ્યો છે. સંજેલી તાલુકામાં પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે બફારામાંથી લોકોને રાહત મળી છે.
અરવલ્લીના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. અરવલ્લીના મેઘરજ, માલપુર, જીતપુર,ઈસરી,રેલ્લાવાડામાં વહેલી સવારથી ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે ઉકળાટ વચ્ચે વરસાદથી લોકોને રાહત મળી છે. આ સિવાય મેઘરજ માલપુર પંથકમાં પણ વરસાદનું આગમન થયું છે. અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

મિનિ લૉકડાઉનથી વેપારીઓ અકળાયા : ૧૮મી પછી દુકાનોનાં શટર ખોલી નાખશે…

Charotar Sandesh

ભારત બાયોટેકની કોવેક્સિનનું અંકલેશ્વરમાં ઉત્પાદન થશે…

Charotar Sandesh

દારૂના અડ્ડા પર રેઈડ કરવા ગયેલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં હુમલો

Charotar Sandesh