Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં જીવલેણ અને ઘાતક વાયરસનો કહેર યથાવત : ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાની એન્ટ્રી…

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં જીવલેણ અને ઘાતક વાયરસનો કહેર યથાવત છે. ત્યારે બીજી તરફ અમદાવાદ શહેર વાયરસનાં સંકજામાં વધારેને વધારે હોમાઈ રહ્યું છે. શહેરમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાનો પગપેસારો થયો છે. હાઈકોર્ટના ત્રણ જજ આ જીવલેણ વાયરસથી સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હાઈકોર્ટનો સ્ટાફ સંક્રમિત થયો હતો, ત્યારે હવે જોવાનું કે ૨૩મી તારીખથી કોર્ટ શરૂ થશે કે નહી તે મામલે પણ ભારે અસમંજસ સર્જાઈ છે.

નોંધપાત્ર છે કે જજોના રિપોર્ટ પોઝિટીવ આવતા હવે કોર્ટ શરૂ થયા પહેલા હાઈકોર્ટના તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. નોંધપાત્ર છે કે જે કોરોનાથી સંક્રિમત છે તેઓ હાલ સારવાર હેઠળ છે. હાઈકોર્ટના જસ્ટિસ આર એમ સરીન, જસ્ટિસ એસ સી રાવ અને જસ્ટિસ જી આર ઉધવાણીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટના એક પછી એક આંકડા સામે આવી રહ્યા છે. વીતી રાતે સિવિલમાં કોરોનાના ૯૭ ગંભીર દર્દીઓ આવ્યા હતા.

જેના કારણે વધુ એક નવો વોર્ડ ખોલવો પડ્યો હતો. કોરોનાના દર્દીઓ વધતા સિવિલ હોસ્પિટલ કેમ્પસની અન્ય હોસ્પિટલ પણ ખોલવામાં આવી છે. કોરોનાના કેસ વધતા કેન્સર અને કિડની હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓ રાખવામાં આવ્યા છે. આગામી સમયમાં કેસ વધુ આવશે તેને ધ્યાને રાખી અગમચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં ૭૨૫ દર્દીઓ સારવાર હેઠળ છે. છેલા છ દિવસમા દર્દીઓનો આંકડો ૨૦૦ થી ૭૨૫ પર પહોંચ્યો છે. જે રીતે કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે તે જોતા આગામી દિવસોમા ૧૨૦૦ બેડ હોસ્પિટલ હાઉસફુલ થઈ શકે છે.

Related posts

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં માસ્ટર માઈન્ડને પોલીસે ઉઠાવ્યો હોવાની ચર્ચા

Charotar Sandesh

રાજ્યમાં ચોમાસા જેવો માહોલ : ગુજરાતના ૧૧૩ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો

Charotar Sandesh

ગુજરાતમાં પવનો સાથે કડકડતી ઠંડીની આગાહી : તાપમાન ઘટશે, ઠંડી વધશે, જુઓ વિગત

Charotar Sandesh