Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં હવે રેપિડ-આરટીપીસીઆર નેગેટિવ આવતા થશે સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ…

ગાંધીનગર : ગુજરાતમાં હવે રેપિડ એન્ટિજન તેમજ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે તો સ્વાઈન ફ્લૂનો ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. ગુજરાતમાં બીજા રાઉન્ડમાં કોરના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. જે જોયા બાદ કેન્દ્રમાંથી આવેલી ટીમે કેટલાક સૂચનો કર્યા છે. જેના અમલરૂપે આરોગ્ય વિભાગ આ નિર્ણય લીધો છે. આ વિશે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે, ગુજરાતમાં હવે રેપિડ નેગેટિવ આવે તો સિમ્ટોમેટિક દર્દીઓને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. સિમ્ટોમેટિક દર્દીના આરટીપીસીઆર અને રેપિડ બંને નેગેટિવ આવે તો સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ કરાવવો પડશે.
આરોગ્ય વિભાગે જાહેર કરેલી સૂચના પ્રમાણે, પોઝિટિવ દર્દીના હાઈરિસ્ક કોન્ટેકમાં હોય તેવા લોકોના પાંચથી સાત દિવસ રેપિડ ટેસ્ટ કરાશે.
જો તેમાંથી કોઈને લક્ષણો હોય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવાનો રહેશે. પોઝિટિવ દર્દીના હાઈરિસ્ક કોન્ટેક્ટને પણ હોમ ક્વોરેન્ટાઈન કરીને રોજ મોનિટરિંગ કરવાનુ રહેશે. હોમ આઇસોલેશન હેઠળના દર્દીઓને દૈનિક ધોરણે પેરા-મેડિકલ સ્ટાફ દ્વારા મોનિટરિંગ કરવાનું રહેશે અને તેમની આરોગ્ય ચકાસણી બાબતનું રજીસ્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી નિભાવવાનું રહેશે.તેમજ જો કોરોના પોઝિટિવ દર્દીની સ્થિતિ વણસશે તો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાના રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગે આ જાહેરાત કરી છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં હોય તેવા લોકો પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમજ દર્દીના સંપર્કમાં રહેનારા લોકોને હોમ ક્વોરેન્ટાઈન પણ કરાશે.
તાજેતરમાં કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતમાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ટીમે કેટલાક માર્ગદર્શન આપ્યા હતા. આ સૂચના મુજબ રાજ્યના આરોગ્ય વિાગે પગલા લેવાની શરૂઆત કરી છે. શિયાળો આવ્યો છે, અને તેમાં જે રીતે સ્વાઈનફ્લૂ ફેલાતો હોય છે તેથી તે વધુ વકરે નહિ તે માટે સૂચના અપાઈ છે. આ સૂચના આરોગ્ય વિભાગના અધિક નિયામક દિનકર રાવલ દ્વારા અપાઈ છે. શિયાળામાં કોરોના વાયરસ વધુ વકરતો હોય છે, તેથી આ સાવચેતી રાખવાની સૂચના આપી છે.

Related posts

ગિરની પ્રખ્યાત કેસર કેરી પ્રથમવાર દરિયાઇ માર્ગે ઇટાલી જશે…

Charotar Sandesh

૧૨ રાજ્યે sputnik-vના ૪૪,૦૦૦ ડોઝ આપી દીધા, ત્યારે ગુજરાતમાં ફક્ત ૧૨૦૦ જ

Charotar Sandesh

નમામી દેવી નર્મદે : જેઠ સુદ એકમથી તા. ૩૦ સુધી ગંગા દહસેહરામાં નર્મદા સ્નાનનું અનેરું મહત્વ

Charotar Sandesh