Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

રાહતના સમાચાર : રાજકોટમાં પોઝિટિવ કોરોના દર્દી સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યો…

યુવાનને બીજા કોઈ ઈન્ફેકશન ન લાગે તે માટે હોમ ક્વોરન્ટીન કરાયો…

રાજકોટ : લોકોનો સાથ અને આરોગ્ય વિભાગની મહેનત રંગ લાવી છે. રંગીલા રાજકોટ માટે સારા સમાચાર એ છે કે ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી આજે સાજો થઇ ગયો છે. તેને હોસ્પિટલમાંથી રજા આપી ઘરે પણ મોકલી દેવામાં આવ્યો છે. એ સિવાય છેલ્લા બે દિવસથી એટેલે કે ૪૮ કલાકમાં લેવામાં આવેલા સેમ્પલના તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. રાજકોટ અને અહીંના લોકો પોઝિટિવ એટલે જ તમામ કોરોના રિપોર્ટ નેગેટીવ આવી રહ્યા છે.

રાજકોટ શહેરમાં પોલીસ હોય, મેડિકલ સ્ટાફ હોય, સામાજીક અને સેવાભાવીઓ સંસ્થા હોય તે પોતાની મહેનત ખડેપગે કરી રહી છે. રાત-દિવસ જોયા વગર કામ કરી રહી છે એટલે જ કોરોનાના પ્રથમ દર્દીને સાજો કરવામાં સિવિલ હોસ્પિટલ અને તેના સ્ટાફની મહેનત રંગ લાવી છે. તેમજ ૩૧ માર્ચે રાજકોટમાં ૧૬ રિપોર્ટ અને ૧ એપ્રિલે ૧૨ દર્દીના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવતા જ રાજકોટવાસીઓમાં એક પોઝિટિવીટી આવી રહી છે.
રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દેખાયો હતો. યુવાનને ૧૭મીએ દાખલ કરાયો હતો અને ત્યારથી સારવાર ચાલી રહી હતી. સિવિલના તબીબો અને નર્સિંગ સ્ટાફની રાત-દિવસના અથાક પરિશ્રમના પરિણામે હવે યુવાન કોરોનાગ્રસ્ત નથી. તેના સતત બે રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. યુવાન ખરેખર સ્વસ્થ થયો છે અને જોખમ બહાર છે તેની સાબિતી આપવા માટે બુધવારે રાત્રે સિવિલના તબીબી સ્ટાફ ગર્વભેર યુવાનને આઈસોલેશન વોર્ડમાંથી બહાર લાવ્યા હતા અને એકસાથે કોઇપણ પીપીઈ કિટ વગર યુવાનની સાથે રહીને પ્રતીતિ કરાવી હતી કે, તેનામાં હવે કોઇપણ પ્રકારના કોરોનાના વાઇરસ નથી. આજે ૨ એપ્રિલે સવારે તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

Related posts

આઈપીએલ ક્લોઝિંગ સેરેમની : અમદાવાદના મોદી સ્ટેડીયમમાં મા તુજે સલામથી ગુંજી ઉઠ્યું : જુઓ તસ્વીરો

Charotar Sandesh

રાજ્યમાં એકંદરે સારું ચોમાસું, સિઝનનો ૧૧૦ ટકા વરસાદ વરસ્યો…

Charotar Sandesh

જુનાગઢમાં યુટ્યુબર ધવલ દોમડિયા સહિત ૫ લોકો જુગાર રમતા પકડાયા…

Charotar Sandesh