Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સંપ્રદાયના મોટાલાલજી પૂ. સૌરભપ્રસાદદાસજીના સ્નેહ સત્કાર સમારંભ યોજાયો…

વડતાલ, ગઢડા,જૂનાગઢ તથા ધોલેરા ધામના સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભકતોએ શુભેચ્છાઓ પાઠવી…

વડતાલ : વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના મોટાલાલજી પૂ. સૌરભપ્રસાદદાસજીના વિવાહ વધામણાંનો પ્રથમ અવસર વડતાલ મંદિરના ચોગાનમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો. આ સ્નેહ સત્કાર સમારંભમાં વડતાલ, ગઢડા, ધોલેરા, જૂનાગઢ ધામના પ૦૦થી વધુ સંતો તથા મહંતો, ર૦ હજાર ઉપરાંત હરિભકતો તથા રપ૦ ઉપરાંત સાંખ્ય યોગી માતાઓ ઉપસ્થિત રહી દંપતિના ભાવભીનાં વધામણાં કર્યા હતા.

વડતાલ મંદિરના આસી. કોઠારી ડો. સંતસ્વામીએ જણાવ્યું હતું કે, આચાર્ય મહારાજશ્રીના મોટાલાલજી પૂ. સૌરભપ્રસાદજીનાં લગ્ન તાજેતરમાં યોજાયા હતા. જેનો સ્નેહ સત્કાર સમારંભ શનિવારે સાંજના ૪.૦૦ થી ૮.૦૦ દરમ્યાન વડતાલ મંદિરના પટાંગણમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો. સાંજે ૪.૦૦ વાગે પૂ. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા પૂ. સૌરભપ્રસાદજી અને નાનાલાલજી સભામંડપમાં પધારતાં ઉપસ્થિત સંતો, હરિભકતોએ તાળીઓના ગડગડાટથી ઉભા થઇ સન્માન કર્યું હતું. વડતાલ ટેમ્પલ કમિટી તથા સંપ્રદાયના અગ્રણી સંતો દ્વારા પૂ. સૌરભપ્રસાદજી મહારાજને સોનાનો સેટ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગામેગામથી પધારેલ સંતો, હરિભકતો દ્વારા તેઓને પુષ્પગુચ્છ અર્પણ કરી લગ્નની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે સત્સંગના ભામાશા ઘનશ્યામભાઇ ખાંધલીવાળા, પંકજભાઇ પટેલ સહિતના હરિભકતો, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, લોકગાયક અભેસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. લોકગાયક અભેસિંહ રાઠોડ અને હરેન્દ્રભાઇ ભટ્ટે કેનવાસ પર તૈયાર કરેલ તેઓની તસવીર ભેટ આપી હતી.

આ પ્રસંગે સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી, પૂ. જ્ઞાનપ્રકાશ સ્વામી, પૂ. જ્ઞાનજીવન સ્વામી (કુંડળ), ચેરમેન પૂ. દેવપ્રકાશસ્વામી, પાર્ષદ લાલજી ભગત, જ્ઞાનબાગ ટ્રસ્ટી મંડળના સભ્યો, ગઢપુર મદિરના કોઠારી પૂ. લક્ષ્મીનારાયણ સ્વામી, ચેરમેન શાસ્ત્રી હરીજીવનદાસજી, પૂ. સત્સંગભૂષણ સ્વામી, પૂ. બાલકૃષ્ણ સ્વામી મેમનગર, પૂ. નીલકંઠચરણદાસજી, પૂ. નિત્યસ્વરૂપ સ્વામી, પૂ. બાપુ સ્વામી સહિત પ૦૦થી વધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અગ્રણી સંતોએ લાલજી મહારાજને શુભેચ્છાઓ પાઠવી પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. સ્નેહ સત્કાર સમારંભ માટે ભવ્ય અને સુશોભિત સ્ટેજ મંડપ ઉભો કરવામાં આવ્યો હતો. જેની ડીઝાઇન સજાવટ સાળંગપુર મંદિરના નીલકંઠ ભગતે તૈયાર કરી હતી. અંતમાં પૂ. લાલજી મહારાજે આભારદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ. શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું. નાસીકના પૂ. માધવસ્વામીએ ભોજનરૂપ પ્રસાદની વ્યવસ્થા કરી હતી.

Related posts

આણંદમાં લોકડાઉનને પગલે સામાન્ય જનતા માટે ઓપીડી સેન્ટર શરૂ કરાયું…

Charotar Sandesh

“આઝાદીની ટ્રેન અને સ્ટેશન” અંતર્ગત અડાસ રોડ સ્ટેશન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન

Charotar Sandesh

આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૫ કલાક સુધીમાં  ૬૦.૪૪ ટકા જેટલું મતદાન નોંધાયું

Charotar Sandesh