Charotar Sandesh
ગુજરાત

વડાપ્રધાન મોદી આવતીકાલે ગુજરાતમાં : વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે…

અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ અમદાવાદમાં મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાની બેઠક યોજશે : સ્થિતિની સમીક્ષા કરશે…

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવનાર છે. તેઓ દિલ્હીથી સીધા ભાવનગર આવી વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. આ અંગે સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ પ્રધાનમંત્રી અમદાવાદમાં મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાની બેઠક યોજશે અને સ્થિતિની સમીક્ષા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આવતીકાલે મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી આવતીકાલે બુધવારે ૧૯ મે ૨૦૨૧ ના રોજ નવી દિલ્હીથી હવાઈ માર્ગે ભાવનગર આવશે, અને ત્યાંથી તેઓ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના તાઉતે અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે જશે. વડાપ્રધાન ત્યાર બાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી અમદાવાદથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થશે. સવારે ૧૧.૩૦ કલાક આસપાસ તેઓ ભાવનગર પહોંચી શકે છે.

Related posts

હાઈકોર્ટના જજ જી. આર. ઊંઘવાણીનું કરોનાની સારવાર દરમિયાન નિધન…

Charotar Sandesh

જનસેવકની અનોખી જનસંવેદના : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક વડોદરાના સુખાલીપુરા ગામે પહોચ્યા

Charotar Sandesh

ગુજરાતમાં કોરોના માટે ’નમસ્તે ટ્રમ્પ’ નહિ, તબલિગી જમાત જવાબદાર : રૂપાણી

Charotar Sandesh