Charotar Sandesh
ગુજરાત

વડોદરાના સમાં સાવલી રોડ ખાતે જિલ્લા ભાજપના નવા કાર્યાલય નું ઉદ્ઘાટન કરાયું

વડોદરા : ગુજરાત રાજ્યમાં સ્વાથિવક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બીજી તરફ પક્ષ અને વિપક્ષ આ ચૂંટણી માટેની તડામાર તૈયારીઓંમાં લાગી ગયા છે. રાજ્યના વડોદરા શહેરના સમાં સાવલી રોડ ખાતે જિલ્લા ભાજપના નવા કાર્યાલય નું ઉદ્ઘાટન થયું હતું. જેમાં સત્તાધારી પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ઉપરાંત સાંસદ સભ્યો દેવુસિંહ ભાઈ ચૌહાણ, મનસુખભાઇ વસાવા, રંજનબેન ભટ્ટ પૂર્વ સાંસદ જયા ઠક્કર ઉપરાંત ધારાસભ્યો શૈલેષ મેહતા, મધુ શ્રીવાસ્તવ, જીતુ સુખડીયા સહિતના ભાજપાના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા,
અને કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનું સંદતર રીતે ભંગ થતો જોવા મળ્યો હતો. અહીં સોશિયલ ડિસ્ટન્સના લીરે લિરા ઊડ્યા હતા. સામન્ય નાગરિકને સામાજિક પ્રસંગ કરવો હોય તો તંત્ર મહા મુશ્કેલીએ પરવાનગી આપે છે પરંતુ રાજકીય મેળાવડામાં મોટી સંખ્યા માં એક સાથે ભીડ ઉમટેલી નજરે પડી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ઉડે ને આખે વળગે તેવો હતો સરકાર કોરોના મહામારીના પગલે સામાજિક અંતર જળવાય તે માટે કટિબદ્ધ છે.
પરંતુ રાજકીય સમારોહ માં નેતાઓ સરકાર ના આ નિયમ ને જાણેકે ઘોળી ને પી ગયા છે આજ ની જિલ્લા ભાજપ ના કાર્યાલય ના ઉદ્ઘાટન માં મોટી સંખ્યા માં ઉમેટલા કાર્યકરો આનો બોલતો પુરાવો છે.

Related posts

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં BAPS દ્વારા કોરોના સંદર્ભે ગાઈડલાઈન જાહેર કરાઈ

Charotar Sandesh

પ્રજાસત્તાક દિન : દેશની આઝાદી માટે આ ૭ મહિલાઓએ છોડ્યું હતું ઘર…

Charotar Sandesh

નર્મદા પાણી વિવાદ : રૂપાણીએ કહ્યું મધ્ય પ્રદેશ પાણી મામલે ધમકીના આપે…

Charotar Sandesh