Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરામાં કોરોના કહેર યથાવત : વાયરસના કારણે વધુ ૪ લોકોના મોત…

૧ ઓગસ્ટ સુધીમાં સૌથી વધુ ૧,૩૭૮ કેસો ઉત્તર ઝોનમાં નોંધાયા…

વડોદરા : મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક ૪૭૬૧ પર પહોંચી ગયો છે. વડોદરામાં ગતરોજ વધુ ૪૮ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૩૬૯૬ દર્દી રિકવર થયા છે. જ્યારે આજે વધુ ૪ દર્દીના મોત થયા છે. આ સાથે સત્તાવાર મૃત્યુઆંક ૯૧ થયો છે. વડોદરામાં અત્યારે કુલ ૯૭૪ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૨૯ ઓક્સિજન ઉપર અને ૩૯ વેન્ટીલેટર-બાઈપેપ ઉપર છે અને ૮૦૬ દર્દીની હાલત સ્થિર છે.
શહેરમાં છેલ્લા ૧૫ દિવસથી મકરપુરા, માંજલપુર, મકરપુરા જીઆઈડીસી, તરસાલી, દંતેશ્વર અને વડસરને આવરી લેતા દક્ષિણ ઝોન વિસ્તારમાં કોરોના સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. આ વિસ્તારમાં છેલ્લા ૩ દિવસમાં ૮૨ લોકો સંક્રમિત થયા છે, જે શહેરમાં સૌથી વધુ છે. આ સાથે જ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ૩૦ જુલાઇથી જ પાછળ મૂકી દીધું છે.
શહેરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોમાં પૂર્વ ઝોનમાં ૮૯૪ હતા. જ્યારે દક્ષિણ ઝોનના ૯૪૩ થઇ ગયા છે. જ્યારે ૧ જુલાઇએ પૂર્વ ઝોનના ૪૧૬ કેસો જ હતા. આ ગણતરીએ ૨૨૬% કેસો થઇ ગયા છે, એટલે દક્ષિણ ઝોનમાં સંક્રમણ કેટલી ઝડપે વધ્યું છે તેનો અંદાજ આવે તેમ છે. મકરપુરા ય્ૈંડ્ઢઝ્રમાં હજારો શ્રમિકોની એક સાથે અવર-જવર રહેતી હોવાથી પણ ચેપ ઝડપથી પ્રસરતો હોવાનું તજ્જ્‌ઞોનું કહેવું છે. ૧ ઓગસ્ટ સુધીમાં સૌથી વધુ ૧,૩૭૮ કેસો ઉત્તર ઝોનમાં નોંધાયા છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા ૬૨૭ કેસો છે. જોકે આ ઝોનમાં પણ ઝડપથી કેસો વધી રહ્યા છે.

Related posts

વડોદરા : શાળાની દીવાલ પર અસામાજિક તત્વોએ ’મોદી-શાહ ગો બેક’ લખ્યું

Charotar Sandesh

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ભયાનક લૂ લાગવાની આશંકા, ૪ દિવસ ગરમીનું જોર યથાવત…

Charotar Sandesh

નડિયાદમાં પતંગની દોરીએ એક ૨૫ વર્ષીય યુવતીનો ભોગ લીધો : ચાઈનીઝ દોરીથી ગળું કપાયું

Charotar Sandesh