Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરામાં કોરોના વાયરસની સંખ્યા ૪૫૭એ પહોંચી : વધુ ૨ ટ્રેનમાં પરપ્રાંતિયોને વતન યુપી મોકલાયા…

અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનાર ૧૦૩૪ લોકો દંડાયા…

વડોદરા : કોરોના વાઈરસને પગલે લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોને લઇને બુધવારે મોડી રાત્રે ૨ ટ્રેનોએ વડોદરાથી ઉત્તરપ્રદેશ રવાના કરાઇ હતી.

વડોદરા શહેરમાં દોઢ મહિના કરતા વધુ સમયથી કોરોના વાઈરસનો કહેર યથાવત છે. જેમાં કોરોના વાઈરસના ૪૫૭ દર્દીઓમાંથી ૧૬૪ દર્દીઓ સાજા થઇ ને ઘરે જઇ ચુક્યા છે. અને ૩૧ દર્દીના મોત થયા છે, જ્યારે ૨૬૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે વડોદરા શહેરમાં શરૂઆતના એક મહિનાના કોરોના વાઈરસના ૧૯૭ કેસમાંથી ૧૫૮ દર્દી સાજા થઇ ગયા છે અને ૧૨ દર્દીના મોત થયા છે. માત્ર ૨૭ દર્દીઓ જ સારવાર હેઠળ છે.

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા મદાર મહોલ્લામાં રહેતા ૬૫ વર્ષના અમિરશા અમજદશા દિવાનનું કોરોના વાઈરસનાથી ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. વડોદરા શહેર-જિલ્લામાં મૃત્યુઆંક વધીને ૩૨ ઉપર પહોંચ્યો છે. અમિરશા અમજદશા દિવાનને ૨૮ એપ્રિલના રોજ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ ૨૯ એપ્રિલે તેમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે સવારે ૮ઃ૨૦ વાગ્યે ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

કોરોના વાઈરસની મહામારીને પગલ માસ્ક પહેરવુ ફરજીયાત કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનારા ૧૦૩૪ લોકો પકડાયા હતા. જેઓને ૧૦,૩૩, ૭૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.

Related posts

વડોદરામાં સયાજી હોસ્પિટલનું પડતર માંગણીઓ મુદ્દે નર્સિંગ સ્ટાફનું આંદોલન…

Charotar Sandesh

વડોદરામાં વધુ ફી વસૂલતી ચાર સ્કૂલો સામે કાર્યવાહી, દંડ-રિફંડ પેટે ચૂકવવા પડશે ૧ કરોડ…

Charotar Sandesh

ગુજરાતમાં તા. ૧૩ અને ૧૪ તારિખે ભારે વરસાદની આગાહીને લઈ આ શહેરોમાં રેડ એલર્ટ જાહેર

Charotar Sandesh