Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

વતન જવાની માંગ સાથે બિનગુજરાતીઓની ધીરજ ખુટી : પોલીસ પર પથ્થરમારો અને તોડફોડ…

ગુજરાતમાં કોરોના સંકટમાં પરપ્રાંતિયોની ધીરજ ખુટી રહી છે છેલ્લા દોડ મહિનાથી બેરોજગારી અને ઘરમાં બંધ રહેવાને લીધે પોતાના વતન જવાની તાલાવેલીમાં હજારોના ટોળા એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે…
એટલુ જ નહીં પરંતુ સુરતમાં પલસાણા, કડોદરા, બારડોલીમાં હજારો પરપ્રાંતિયોએ ખુદ પોલીસ પર હૂમલો કરી દીધો હતો…

સુરત : ગુજરાતમાં ફસાયેલા લાખો પરપ્રાંતિયોની ધીરજ હવે ખુટી ગઈ છે. છેલ્લા દોઢ મહિનાથી કામધંધો બંધ છે. ત્યારે હવે આ પરપ્રાંતિયોએ એકઠા થઈને વતન જવાની માંગ કરી રહ્યા છે. એટલુ જ નહીં પરંતુ પોલીસ ઉપર પણ હૂમલો કરી રહી છે. આ હૂમલાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા પોલીસ અને પરપ્રાંતિયો આમને સામને આવી ગયા હતા. તસવીરો તેનો બોલતો પુરાવો છે.

સુરતમાં વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીય શ્રમિકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા. 1000થી વધુના ટોળાએ આક્રોશમાં આવીને પોલીસ પર પથ્થમારો કર્યો. સ્થિતિ કાબુમાં ન રહેતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં છે. આ બાજુ પાલનપુર પાટીયા વિસ્તારમાં પણ 500 શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

મળતી માહિતી મુજબ વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકોએ પોલીસ સાથે બબાલ કરી. હાલ પલસાણા કડોદરા બારડોલી પોલીસ ઘટનાસ્થળે છે. અત્રે જણાવવાનું કે લોકડાઉન બે અઠવાડિયા લંબાઈ જતા હવે પરપ્રાંતીય શ્રમિકો માટે મોટી સમસ્યા પેદા થઈ છે. તેઓ પોતાને ગામ પાછા ફરવા માટે અધીરા થઈ રહ્યાં છે.

અત્રે જણાવવાનું કે લોકડાઉન 3 શરૂ થતા જ કલેક્ટર કચેરી પર શ્રમિકોની ભીડ ઉમટવા માંડી છે. વતન પરત જવા માટે મંજૂરી લેવા માટે શ્રમિકો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા છે. સુરતમાં આજે પણ વધુ બે પોઝિટિવ કેસ આવ્યાં છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરતમાં જોવા મળી રહ્યાં છે.

Related posts

સુરત : ફાયરના અધિકારીઓ હાંફ્યા, ત્રણ દિવસમાં ૧૨૭ ઓનલાઈન ફરિયાદો નોંધાઈ

Charotar Sandesh

અમદાવાદ-વડોદરા સહિત આ જિલ્લાઓના વાતાવરણમાં પલટો : વીજળીના ચમકારા સાથે વરસાદ

Charotar Sandesh

PM નરેન્દ્ર મોદીએ નવસારીના ખૂડવેલ ગામે રૂ. ૩૦પ૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા

Charotar Sandesh